Abtak Media Google News

શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારી, લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર અને ક્રિકેટરોએ વૃક્ષોનું જતન કરવા કરી અપીલ: જિલ્લા પોલીસવડા બલરામ મીણા, ડે.મેયર, શાપર અને હડમતાળા ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખો સહિત હોદ્દેદારોના હસ્તે કરાયું વૃક્ષારોપણ

કોરોના વાયરસ ની મહામારી ફેલાયેલ છે વવશ્વમા વધતી જતી વસ્તી ના કારણે પ્રકૃતીને પણ દિનપ્રવતિીન ઘણુ નુકશાન થતુ જાય છે જેથી ગ્લોબલ વોમીગની પરીસ્થીતી નીર્માણ પામેલ છે અને જયારે જયારે પ્રકૃતીને નુકશાન થતુ હોય છે. ત્યારે અલગ અલગ રોગચાળો ફેલાય છે. આવનારી પેઢી સ્વસ્થ અને સુરક્ષીત રહે તે માટે આપણે આજથીજ વધુમા વધુ વૃક્ષોનુ વાવેતર કરી અને પ્રકૃતીનુ જતન કરવુ ખુબજ જરૂરી છે જેથી કરી એક વ્યદકત એક વૃક્ષનો હેતુ સિધ્ધ કરવા લોકોએ જાગૃત થઇ અને પોતે એક વૃક્ષનુ વાવેતર કરી પોતાની નૈતીક ફરજ સમજી જતન કરવુ જોઇએ જેથી કરી વૃક્ષોની સંખ્યા વધતા પર્યાવરણમા ઘણો સુધારો થશે અને ભવિષ્યમા તેનો ફાયદો આવનારી પેઢી આપના બાળકોને કોઇના કોઇ રીતે થશે જ. રાજ્ય કક્ષાના વન મહોત્સવ વર્ષ ૨૦૨૦ અંતર્ગત રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા મુખ્ય મથકો અને પોલીસ મથકો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો છે.

Img 20200908 Wa0261

ગ્લોબલ વોમીગ સમયમા પયાાવરણની જાળવણી થાય અને વધુમા વધુ વૃક્ષો વાવી તેનુ જતન કરવા વન મહોત્સવની ઉજવણી કરવામા આવે છે જેથી તા.૦૮/૦૯/૨૦૨૦ના રોજ રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સ ખાતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર ઝોન-૧, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-૨ વગેરે અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સમાજમા જાગૃતી ફેલાવવા માટે લોકશાહીત્યકાર કિર્તીદાન ગઢવી, સાંઈરામભાઇ વિગેરે અગ્રણી ઉધોગપતી મૌલેશભાઇ ઉકાણી, સૈારાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવભાઇ શાહ, ક્રિકેટર  કમલેશભાઇ મકવાણા, પ્રેરકભાઇ માંકડની ઉપસ્થીતીમા વનમહોત્સવ-૨૦૨૦ની ઉજવણી કરવામાં આવેલ હતી તેમજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. ચોકી ખાતે વૃક્ષારોપણ કરી વનમહોત્સવ-૨૦૨૦ની ઉજવણી કરવામાં આવેલ છે. તેમજ પોલીસ કમિશ્નરની કચેરી ખાતે પણ વટીકલ ગાર્ડન બનાવવામાં આવેલ છે તેમજ વૃક્ષા રોપણ કરી તે વૃક્ષનુ જતન થાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ સાથો સાથ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર જનતાને પણ પોતાના રહેણાંક વિસ્તારની આજુબાજુમાં વધુમાં વધુ વૃક્ષોનુ વાવેતર કરી તેનુ જતન કરવા અપીલ કરવામા આવેલ છે.

Img 20200908 Wa0238

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત એ.સી.પી. દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં પશ્ર્ચિમ વિભાગના એ.સી.પી. પી.કે.દિપોરા દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકની બજરંગવાડી પોલીસ ચોકી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ ખુમાનસિંહ વાળા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Dsc 0397

જ્યારે ઉત્તર વિભાગના એસીપી એસ.આર.ટંડેલ દ્વારા કુવાડવા પોલીસ મથક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પીઆઈ એમ.સી.વાળા સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.  વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લા કક્ષાનો મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે જિલ્લા પોલીસવડા બલરામ મીણાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથો સાથ રાજકોટ જિલ્લાના ૧૮ પોલીસ મથકો ખાતે વૃક્ષશરોપણ કાર્યક્રમ યોજાયો છે.

મવડી હેડ કવાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામ્યના ડીવાયએસપી પી.એલ.ગૌસ્વામી, રાજકોટ મહાનગરપાલિકાના ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, આરએફઓ ગંગાણીયા, એસઈએફ તનવાણી, શાપર-વેરાવળ ઔદ્યોગીક એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, કુમકુમ ગ્રુપના મનોજ પટેલ, સદ્ભાવના વૃદ્ધાશ્રમ વાળા દિનેશ પટેલ, હડમતાળ ઈન્ડ. એસો.ના પ્રમુખ પ્રવિણભાઈ, એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.એમ.રાણા, એસઓજીના પીઆઈ અજયસિંહ ગોહિલ અને મવડી હેડ કવાર્ટરના પીએસઆઈ ગજેરા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.