ધોરાજીના ચિચોડ ખાતે રહેતા વીર મહિયા ક્ષત્રિય આર્મી જવાન હવાલદાર મનુભા ભોજભા દયાતર  લેહ (દ્રાસ કારગીલ) (જે  કે) ખાતે 11 ગ્રેનેડિયર્સ માં શહીદ થયા હતા.જેથી તેના પાર્થિવ દેહને તેના વતન આર્મી જવાનો દ્વારા લાવવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ ખાતે મહિલા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ફુલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

બાદ તેમના પાર્થિવ દેહને જામનગરના મુખ્ય બંધના જવાનો દ્વારા રાજકોટ એરપોર્ટથી સંપૂર્ણ  સન્માન સાથે તેમના વતન ચોચોડ ગામે લઈ જવા આવ્યો હતો.જ્યાં ગેલેક્સી ચોક થી આજે  પાર્થિવ દેહને લશ્કરી નિયમ અનુસાર ધોરાજી થી શહીદના માદરે વતન ગામ ચિચોડ સુધી અંતિમ યાત્રા રાખવામાં આવી હતી જેમાં બહુ માત્રામાં સમાજના લોકોએ  વીર શહીદ ના આત્માને પરમ શાંતિ મળે તેમાં સહભાગી જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.