છત્તીસગઢના શહિદ યુવાનોને શ્રદ્ધાંજલિ

મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને મારુતિ કષ્ટભંજનદેવની સાનિધ્યમાં, સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની શાખા દ્રોણેશ્વર ક્ધયા વિદ્યાલયના શિક્ષકો સહિત કન્યાઓએ  તાજેતરમાં છતીસગઢમાં ભયાનક એન્કાઉન્ટરમાં શહીદ થયેલ 22 ઉપરાંત શહીદ જવાનોને  શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ થયેલા જવાનોના આત્માને ભગવાન શાંતિ આપે,તેમના પરિવાર જાણોને આશ્વાસન મળેઅને ઘવાયેલજવાનો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી.