Abtak Media Google News

ઝડપી ગતિ અને દમદાર ઈન્ટરનેટ કનેક્ટિવિટીવાળા હોમ વાઇ-ફાઈ નેટવર્ક જરૂરી નથી કે, સુરક્ષિત હોય. તમારે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે, નેટવર્કમાં કોઈ ઘૂસણખોરી ન થાય. કયા ઉપાયોગથી તમને પોતાના વાઈ-ફાઈને સિક્યોર રાખવામાં મદદ કરશે.

રાઉટરનાં સેટિંગ પેજ પર જાઓ. તેની સાથે આવેલ અથવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરથી મળેલ મેન્યુઅલમાં કેટલાક દિશાનિર્દેશો મળશે. સૌથી પહેલા ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ બદલો, જેની જરૂર રાઉટરની ઓન-બોર્ડ સેટિંગ્સ સુધી એક્સેસ મેળવવા માટે થાય છે. આ વાઈ-ફાઈ પાસવર્ડ નથી હોતો. તમારી પાસે પોતાના રાઉટરનાં ફાર્મવેર બદલવાનો વિકલ્પ પણ છે, જે સુનિશ્ચિત કરવાનો મહત્વની રીત છે કે, હાલનું અપડેટ્સ અપ્લાય થઇ જાય.

વાઈ-ફાઈ પાસવર્ડ દરેક શખ્સ સાથે શેર ન કરો. થોડા થોડા સમયે વાઈ-ફાઈ નો પાસવર્ડ બદલવાથી ઈન્ટરનેટ સાથે કનેક્ટ થનાર લોકોની સંખ્યા શૂન્ય થઇ જાય છે. ફરીથી કનેક્ટ થવા માટે નવા પાસવર્ડની જરૂર પડે છે.

તમારું વાઈ-ફાઇ નેટવર્ક છુપાવીને રાખો. તેનો મતલબ છે કે, તમારે સર્વિસ સેટ આઇડેન્ટિફાયર એટલે SSID અને પાસવર્ડની જરૂર કનેક્ટ થવા માટે ન થાય. જેવી રીતે પાસવર્ડ બદલો તેવી જ રીતે તેમાં પણ જ્યારે તમે કોઈ નવું ટેબલેટ અથવા સ્માર્ટ ટીવી કનેક્ટ કરશો તો કેટલાક પગલાં લેવા પડશે, પરંતુ ત્યાં સુધી તો તમારે SSID સુરક્ષિત રીતે યાદ થઇ ચુક્યો હશે.

કેટલાક લોકો VPN એટલે કે, વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક વગર ઓનલાઈન નથી થતા. આ એવું સોફ્ટવેર છે જે તમારા અને વેબ પર તમે જે પણ જોઈ રહ્યા છો તો, તેના વચ્ચે એક સુરક્ષિત ઇન્ટરફેસ બનાવે છે. તેના લીધે કોઈ પણ શખ્સ માટે તમારી અને તમારા વેબ બ્રાઉઝરની જાસૂસી કરવી મુશ્કેલ બની જાય છે, ભલે જ તમારા નેટવર્કની સીમામાં હોય કે ન હોય. તમને ઓનલાઈન કેટલીક VPN Comparison Guide મળી જશે. આ વાત ફાયરવોલ્સ વિશે પણ છે. ફાયરવોલ્સ તમારા રાઉટરને તમારા નેટવર્કથી વધારાના ટ્રાફિકને દૂર કરવામાં મદદ કરે છે, ખાસ કરીને તમારા બધા સ્માર્ટ હોમ ગેજેટ્સનાં મામલે વધારે જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.