Abtak Media Google News
હર ઘર તિરંગા અભિયાન તરીકે ઉપાડાશે: 9મીથી ભાજપ સંગઠન મેદાનમાં

મેયર ડો.પ્રદિપ ડવે બોલાવી તમામ વોર્ડના કોર્પોરેટરો અને  શહેર ભાજપ  હોદેદારો સાથે  બેઠક     

ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું સમગ્ર દેશમાં 13થી 15 ઓગસ્ટ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. હર ઘર તિરંગા કા અનુસંધાને આજે મેયર ડો.પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં તમામ વોર્ડના કોર્પોરેટરો અને શહેર ભાજપ સંગઠનના તમામ હોદેદારો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ એવી ઘોષણા કરવામાં આવી હતી કે આવતીકાલથી મહાપાલિકાની તમામ વોર્ડ ઓફિસેથી શહેરીજનોને 30 રૂપિયામાં તિરંગો આપવાનું અભિયાન શરૂ કરવામાં આવશે.

આ અવસરે મેયર ડો.પ્રદીપ ડવે  જણાવ્યું હતું કે,  13 થી 15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ જાહેર કરેલ છે. આપણું શહેર પણ રાષ્ટ્રમય બને અને દરેક ઘરે, અને દરેક ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાય તે આપણા સૌની નૈતિક જવાબદારી છે. હર ઘર તિરંગા અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રાભાઇ પટેલની ઉપસ્થિતીમાં સુરત શહેર ખાતે તિરંગાયાત્રા યોજાઇ હતી, જેની પાછળ આપણા દેશની આન-બાન-શાન એવા તિરંગા દ્વારા રાષ્ટ્રીય ભાવના ઉભી કરવાનો આશય છે. રાજકોટ શહેરમાં પણ ત્રણ લાખથી પણ વધુ રાષ્ટ્રધ્વજ લાગશે તેવી શ્રધ્ધા છે.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજ5 પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવેલ કે, દેશમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પક્ષ કાર્યરત છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો હર ઘર તિરંગા કાર્યક્રમ આપી દેશમાં મજબુત રાષ્ટ્રભાવનાનું

5 08 2022

નિર્માણ કરવાનો શુભ હેતુ છે. હાલ હાવી થતી પશ્ચિમી સંસ્કૃતિની વિપરીત અસર ઓછી થાય અને આપણા દેશની સંસ્કૃતિ જીવંત રહે અને રાષ્ટ્રવાદ ઉભો થાય અને દેશનો યુવાન દેશપ્રેમના રંગે રંગાય તે માટેનો આ કાર્યક્રમ છે.  9 ઓગષ્ટથી 1પ ઓગષ્ટ સુધી તમામ કાર્યકર, સંગઠનના તમામ હોદ્દેદારો, દરેક વોર્ડના કોર્પોરેટરો, એ પુરેપરા ખંતથી સામેલ થઇ આ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા અપિલ કરી છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ આ વાતનું ધ્યાન રાખજો

ટોચની પેનલનો રંગ ભારતીય કેસરી. નીચેની પેનલનો રંગ ભારતીય લીલો. વચ્ચેની પેનલનો રંગ સફેદ. રાષ્ટ્રધ્વજની સાઇઝ 3:2 ના પ્રમાણમાં રાખવાની રહેશે. કેન્દ્રમાં 24 સમાન અંતરવાળા સ્પોક્સ સાથે નેવી બ્લુ રંગમાં અશોકચક્રની ડિઝાઈન છે.

જો રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન સભા મંચ પર કરવામાં આવે, તો તેને તે પ્રકારે ફરકાવવામાં આવશે કે જ્યારે વક્તાનું મુખ શ્રોતાની તરફ હોય, તો ધ્વજ તેની જમણી તરફ રહે અથવા ધ્વજ વક્તાની પાછળ તેની ઉપર ક્ષિતિજ સ્થિતિમાં પ્રદર્શિત કરવામાં આવે. રાષ્ટ્રધ્વજને હંમેશાં કોઈ બીજા ધ્વજ અથવા પતાકાથી ઉપર લગાવવાનો રહેશે. કોઈ સરકારી ભવન અથવા અન્ય ભવન પર ધ્વજ ફરકાવવાનું પ્રચલન છે તો તે ભવન પર રવિવાર અને રજાના બધા જ દિવસોમાં ફરકાવવામાં આવશે.

રાષ્ટ્રધ્વજને હંમેશા સ્ફુર્તીથી ફરકાવવો જોઈએ અને ધીરે ધીરે તેમજ આદર સહિત ઉતારવામાં આવવો જોઈએ, જ્યારે બ્યુગલનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે બ્યુગલના અવાજ સાથે જ ધ્વજ ફરકાવવો અને ઉતારવો જોઈએ. જ્યારે ધ્વજ કોઈ જુલૂસ કે પરેડમાં લઈ જવામાં આવતો હોય તો તે માર્ચ કરવા વાળાની જમણી તરફ રહેશે. રાષ્ટ્રધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત કરી શકાશે અથવા જાહેર સભ્ય / વ્યકિતના ઘર પર પ્રદર્શિત કરી શકાશે,તેમજ રાષ્ટ્રધ્વજ દિવસે તથા રાત્રે પણ ફરકાવી શકાશે. ખાદી અથવા હાથથી કાંતેલા સુતરાઉ કાપડના બનેલા ધ્વજ વાપરવાની મંજૂરી છે.

ઉપરાંત વિવિધ પ્રસંગો પર લોકો દ્વારા કાગળનો અને અન્ય સામગ્રીઓ જેવી કે, પોલીસ્ટર, ઊન, રેશમી ખાદી વગેરેનો બનેલો ધ્વજ લહેરાવવામાં આવી શકે છે. રાષ્ટ્રધ્વજ ને જમીન ઉપર કે ફર્શને સ્પર્શે એ રીતે રાખી શકાશે નહિ. રાષ્ટ્રધ્વજને ફેંકી દેવા જોઈએ નહીં અથવા જમીન પર ફેંકવા જોઈએ નહી,

શક્ય હોય ત્યાં સુધી, ધ્વજની ગરિમાને અનુરૂપ ખાનગી રીતે તેનો નિકાલ કરવો જોઈએ. રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કોઈ વ્યક્તિના પોશાક તરીકે, રૂમાલ કે ડ્રેસ તરીકે કરી શકાશે નહી અને કોઈ વ્યક્તિ કે વસ્તુના સન્માન/સલામી માટે રાષ્ટ્રધ્વજને ઝૂકાવી શકાશે નહી. તૂટી ગયેલ, ફાટી ગયેલ કે ગંદો થયેલ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહિ. એક જ માસ્ટરહેડમાં બીજા ધ્વજ ફરકાવી શકાય નહિ.

રાષ્ટ્રધ્વજની સમાંતર કે તેનાથી ઉપર અન્ય કોઈ ધ્વજ ફરકાવી શકાય નહિ. જ્યારે રાષ્ટ્રીય ધ્વજ બીજા રાષ્ટ્રોના ધ્વજની સાથે ફરકાવવામાં આવે તો બધા જ ધ્વજોના ધ્વજ દંડ સમાન આકારના થશે. જો રાષ્ટ્રધ્વજને એક પૂર્ણ ગોળાકારમાં ફરકાવવામાં આવે તો શરૂઆતમાં રાષ્ટ્રીયધ્વજ લગાવવામાં આવશે અને બીજા રાષ્ટ્રોના ધ્વજને ઘડિયાળના કાંટાની દિશાક્રમમાં એ પ્રકારે રાખવામાં આવશે કે અંતિમ ધ્વજ રાષ્ટ્રીય ધ્વજ સુધી આવી જાય. રાષ્ટ્રધ્વજને બીજા રાષ્ટ્રોના ધ્વજો સાથે એક જ લાઈનમાં ફરકાવવામાં આવે તો તેને સૌથી જમણી તરફ રાખવામાં આવશે. ત્યારબાદ બીજા રાષ્ટ્રોના ધ્વજ સંબંધિત રાષ્ટ્રોના નામના અંગ્રેજી વર્ણક્રમ અનુસાર લગાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.