Abtak Media Google News

પંડાલમાં નૃત્ય મહાઆરતી, ગો ગ્રીન, સેવા ટ્રી સ્કીમે ભારે આકર્ષણ જમાવ્યું; કાલે વ્યસનમૂકિત અંગે લોક જાગૃતિ પ્રવચન

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનો રાજકોટમાં ત્રિકોણબાગ ચોક ખાતે ભાવિકોની વિશાળ ઉપસ્થિતિમાં મંગલ પ્રારંભ થયો છે. આ જ સ્થળે ૨૦મા વર્ષે યોજાઈ રહેલ આ આસ્થાનું પર્વ શહેરના ગણેશ ઉપાસકો માટે શ્રધ્ધાનું કેન્દ્ર બની ગયું છે. અહિં પ્રસ્થાપિત થતી ગણપતિજીની મૂર્તિ સન્મુખ આપનાર સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે. સુંદર સુશોભન અને શ્રેષ્ઠ મૂર્તિ માટે ગુજરાતનાં આ ભવ્ય અને જાજરમાન ગણપતિ મહોત્સવ અનેકવાર લોકમાન્ય તિલક એવોર્ડથી વિભૂષિત થયેલ છે.

આજે મહોત્સવનાં દ્વિતિય દિન મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યે સૌરાષ્ટ્રના નામી કલાકારોનો હાસ્ય દરબાર, જેમાં સુખદેવ ડાંગર, ચંદ્રેશ ગઢવી, સંજય સાગઠીયા, હરપાલ બારડ શ્રોતાઓને મોજ કરાવશે. જયારે આવતીકાલે સાંજે પાંચ વાગ્યે વ્યસનમૂકિત અભિયાન અંતર્ગત પ્રવચન અને ચિત્ર પ્રદર્શન અને રાત્રે ૮.૩૦ વાગ્યાથી મુંબઈના હીના હિરાણી પ્રસ્તુત ભવ્ય લોક ડાયરો યોજાશે. ગણપતિ ઉપાસનાને સમર્પિત શહેરનાં યુવા મિત્રશે જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, સંજય ટાંક, આનંદ પાલા, ભરત ટેલવાણી, વિશાલ નેનૂજી, કુમારપાલ ભટ્ટી નાગજી બાંભવા, દિલીપ પાંધી, બીપીન મકવાણા, અમિત ભુવા, સન્ની કોટેચા કમલેશ સંતુમલાણી, પ્રભાત, બાલાસરા, કશ્યપ પંડયા, પરાગ ગોહેલ, વંદન ટાંક, વિમલ નૈયા, પ્રકાશભાઈ ઝીંઝુવાડીયા, વિશાલ કવા, જયુ યાદવ, સહિતના ગણેશ મહોત્સવના ૧૧ દિવસ દરમ્યાન સેવાઓ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.