Abtak Media Google News

ગણપતિ આયો બાપા રિધ્ધિ સિધ્ધી લાયો……

પંડાલમાં ત્રિકોણબાગ કા રાજાની 9 ફૂટ ઉંચી હીરાજડીત મૂર્તિ દર્શનાર્થીઓનું બનશે આકર્ષણ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતમાં સાર્વજનિક ગણેશ ઉત્સવોની પ્રેરણા આપનાર , રાજકોટ મહાનગરની શાન એવા   ત્રિકોણબાગ કા રાજા  ગણપતિ મહોત્સવનો અવિરત ર4મા વર્ષે આગામી 31 , ઓગષ્ટ બુધવારે રાજકોટમાં ત્રિકોણબાગ ચોક ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને મહાઆરતીના શંખનાદ સાથે મંગલ પ્રારંભ થશે , ગુરૂવાર , તા . 8, સપ્ટેમ્બર -2022 સુધીના 10 દિવસ દરમ્યાન દરરોજ રાત્રે 8-15 વાગ્યે ચોકકસ સમયે ગણપતિ દેવની મંગલ આરતીથી પ્રારંભ થશે.  31, ઓગષ્ટ થી 8, સપ્ટેમ્બર -2022 સુધી 10 દિવસ આસ્થા અને શ્રધ્ધાના ભકિતભીના માહોલમાં, અવનવાં કાર્યક્રમો સાથે યોજાનાર આ ભવ્ય , ભાતિગળ અને ભકિતમય મંગલમૂર્તિ મહોત્સવની વિગતો આપતાં ગણેશ ઉપાસનાના આ ધર્માયોજનના આદ્યસ્થાપક જીમ્મી અડવાણી જણાવે છે કે, દર વર્ષે ત્રિકોણબાગ પંડાલ ખાતે પ્રતિષ્ઠિત થતી ગણપતિજીની મૂર્તિ માનવ જીવાત્માને કંઇકને કંઇક સંદેશો આપતી હોય છે આ ર4માં વર્ષે પંડાલમાં બિરાજમાન થનાર રાજાની મુદ્રામાં રંગબેરંગી વસ્ત્રો , હીરા – માણેક જડિત 9 કુટની અદ્ભુત મૂર્તિ દર્શનાર્થીઓને આશીર્વાદ આપતા હોય એવા ગણેશના દિવ્ય દર્શનથી હરકોઇ ભાવિકોને સુખદ અનુભૂતિ કરાવશે .

Dsc 9828

આ મહાકાય – મેગા મૂર્તિને વસ્ત્રાલંકારોથી શણગારીને રંગબેરંગી રોશનીમાં ઝળહળતી કરાશે , રાજાના સ્વરૂપમાં ગણપતિજીનું આવું અલભ્ય દર્શન કર્યાંય જોવા નહિ મળે.આ સમગ્ર આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા  જીમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ  જયપાલસિંહ જાડેજા , ચંદુભાઇ પાટડિયા , સંજયભાઇ ટાંક , નિલેશભાઇ ચૌહાણ , બિપીનભાઇ મકવાણા , અભિષેક કણસાગરા , ધવલ ત્રિવેદી , ભરતભાઈ રેલવાણી , દિલીપ પાંધી , ધવલ કાચા , રવિ ગોંડલીયા , વંદન ટાંક , કૃષ્ણ ભટ્ટ , ધાર્મિક ચૌહાણ , ધવલ અડવાણી , વિનયભાઇ ટાંક , કમલેશ સંતુમલાણી , હાર્દિક વિઠલાણી , કિશન સિધ્ધપુરા , જીજ્ઞેશ બારીયા , પિનાકીન ખાણદાર , વિમલ નૈચા , કાનાભાઈ સાનિયા , રાજન દેસાણી , ભરત મકવાણા , પ્રકાશ જિંજુવાડિયા , સ્મિત ખખ્ખર , પરાગ ગોહેલ વગેરે સેવકો અવિરત સેવાઓ આપી રહ્યા છે. રાજકોટના આ ઝાઝરમાન ગણપતિ મહોત્સવમાં સેવાઓ આપવા ઇચ્છતા ભાવિકોએ ત્રિકોણબાગ કા રાજા સંપર્ક સેતુ : વોટસઅપ : 94262 01120 , મો . 9924099241 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

10 દિવસ મંગલમૂર્તિ મહોત્સવમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર

ત્રિકોણબાગ કા રાજા  ગણપતિ મહોત્સવના 10 દિવસના કાર્યક્રમોની વિગતો આપતાં સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના રાહબર જીમ્મી અડવાણી જણાવે છે કે , મહોત્સવના પ્રથમ દિવસ 31 , ઑગષ્ટ બુધવારે સવારે 10-30 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની વિધિવત સ્થાપના , ઢોલ – શરણાઇના સૂરે મંગલ પ્રારંભ , સાંજે છ વાગ્યે મધુર સંગીત કલાસીસના છાત્રી દ્વારા મેઘાણીના લોકગીતોનો કાર્યક્રમ , રાત્રે 8-15 કલાકે સંતો મહંતો તથા શહેરના વિવિધ ક્ષેત્રની અગ્રણીઓના વરદ હસ્તે પ્રથમ મહાઆરતી અને રાત્રે 8-30 વાગ્યે ગણેશ વંદના — સાંસ્કૃતિક કાર્યક્રમો તા . 1 સપ્ટેમ્બર , ગુરૂવારે રાત્રે 8-30 વાગ્યે , ભવ્ય હાસ્ય દરબાર , તા . 2 , સપ્ટેમ્બર શુક્રવારે રાત્રે 8-30 વાગ્યે રમેશભાઇ ભાયાણી અને કલાવૃંદ દ્વારા શ્રી રામ અર્ચનાનો ભકિતભીનો કાર્યક્રમ , તા. 3 સપ્ટેમ્બર શનિયાર , સાંજે 5-30 વાગ્યે નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા , સાંજે 7-00 વાગ્યે સ્કૂલના બાળકો દ્વારા ભવ્ય ડાન્સ ટેલેન્ટ શો , રાત્રે 9-00 વાગ્યે ક્રાંતિગૃપ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ શો , તા . 4 સપ્ટેમ્બર , રવિવાર સાંજે 5-30 વાગ્યે જાહેર જનતા માટે રકતદાન શિબિર , રાત્રે 8-30 વાગ્યે ચૈતાલી છાચા પ્રસ્તુત મેજીકલ નાઇટ , તા . 5 સપ્ટેમ્બર સોમવારે 5-30 વાગ્યે જાહેર જનતા માટે મહેંદી સ્પર્ધા , રાત્રે 8-30 વાગ્યે મુંબઇના દીના હીરાણી પ્રસ્તુત સપ્તરંગી કાર્યક્રમ તા . 6 સપ્ટેમ્બર , મંગળવાર સાંજે 5-30 વાગ્યે જાહેર જનતા માટે આરતી સુશોભન સ્પર્ધા અને ઇનામ વિતરણ કાર્યક્રમ , રાત્રે 8-30 વાગ્યે શ્રીનાથજીની ઝાંખી નામી કલાકારો ભકિતસભર સંગીત સંધ્યા કાર્યક્રમ રજુ કરશે . તા . 7 સપ્ટેમ્બર બુધવારે સાંજે 7-00 વાગ્યે ઇસ્કોન મંદિર દ્વારા ધૂન – નૃત્ય , રાત્રે 8-30 વાગ્યે સુપ્રસિધ્ધ નામી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો રજુ થશે . તા . 8 સપ્ટેમ્બર – ગુરૂવારે સાંજે 5-30 વાગ્યે સત્યનારાયણ દેવની કથા , રાત્રે 8-30 વાગ્યે જાહેર જનતા માટે દાંડિયારાસ સ્પર્ધા – વિપુલ રાઠોડ પ્રસ્તુત મ્યુઝિકલ ગોલ્ડ ઓરકેસ્ટ્રા તથા સન્માન સમારંભ ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના અંતિમ દિવસે સવારે 10-30 વાગ્યે પૂર્ણાહુતિ પૂજા , 11-30 વાગ્યે વિસર્જન યાત્રા અને બપોરે 12-30 વાગ્યે ત્રિકોણબાગ ચોકથી ખોખળદળ નદી તરફ ગણપતિ વિસર્જનયાત્રાનું પ્રસ્થાન.

મેં તો જીવનમાં ગણપતિદાદાનો સાક્ષાત ચમત્કાર જોયો છે : જીમ્મી અડવાણી

Dsc 9821

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારે આસ્થાનું કેન્દ્ર બનેલા રાજકોટ કા ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવના મુખ્ય આયોજક જીમ્મીભાઈ અડવાણીએ અબ તકની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે દાદાને વિઘ્નહર્તા માનવામાં આવે છે ત્રિકોણ બાગ કા રાજા ની એવી શ્રદ્ધા પ્રગતિ છે કે મનોકામના અવશ્ય પૂરી થાય છે મારા જ જીવનની વાત કરો તો સંઘર્ષ સમય જીવન માં સુખ સમૃદ્ધિ અને મને દાદાએ મારી મનોકામના મુજબ સંતાન પણ આપ્યું છે 1999 માં દાદાએ મને મારા વિઘ્ન હરિયા ત્યારથી લઈને આજ સુધી વિઘ્નહર્તાનું કાયમ મારા પર હાથ રહ્યો છે આજે મારા પુત્રને 24 વર્ષ થયા મને જીવનમાં અહીંથી બધું જ મળ્યું છે તેથી મારી દાદા પ્રત્યેની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે.

ગણપતિદાદા વિઘ્નહર્તા જો નહીં પણ સુખ સમૃદ્ધિના સર્જક પણ છે ત્રિકોણબાગના રાજા ના સર્જન અંગે જીમીભાઈ અડવાણી જણાવે છે કે મારે શેર માટીની ખોટ વર્તાતી હતી મેં ગણપતિદાદા સમક્ષ સંતાન પ્રાપ્તિની માનતા કર્યા બાદ નવમા જ મહિને દીકરાનું મોઢું જોયું ત્યારથી લઈને અત્યાર સુધી હું ગણપતિ દાદા નો ઉપાસક છું અને મેં 24 વર્ષ પૂર્વે રાજકોટના ત્રિકોણબાગ ગણપતિ મહોત્સવ નો પ્રારંભ કર્યો અને આજની તારીખે હું આ મહોત્સવ ભાવભરી રીતે ઉજવું છું અને આજીવન ઉજવતો રહીશ અને ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવ કાયમ ઉજવાતો રહે તે માટે આ મહોત્સવને મેં સાર્વજનિક રીતે હું હોઉં કે ન હો ત્રિકોણ બાગ કા રાજાનો મહોત્સવ કાયમી ઉજવાતો રહેશે મને ગણપતિદાદા એ બધું જ આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.