Abtak Media Google News

ર૦માં વર્ષના આયોજનમાં ગણપતિની ૯ ફુટની ઇકોફ્રોઝલી મૂર્તિને હીરા, માણેક, જડીત પોષાક અને રંગબેરંગી અભૂષણોથી શણગારાશે ઉત્સવના સમગ્ર કાર્યક્રમને લઇ આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગણપતિ ઉત્સવને સાર્વજનિકતા નો નવો આયામ આપીને ગુંજતો કરનાર ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનો ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી સોમવાર તા. ર સપ્ટેમ્બરથી રાજકોટમાં ત્રિકોણબાગ  ચોક ખાતે મંગલ પ્રારંભ થશે.

તા. ર થી ૧૧ સપ્ટેમ્બર સુધીના ૧૧ દિવસ ધર્મઆસ્થાના માહોલમાં, અવનવા કાર્યક્રમો સાથે યોજનાર આ ર૦માં ભવ્ય ભાતીગળ અને ભકિતમય મંગલમૂર્તિ મહોત્સવની વિગતો આપતા ગણેશ ઉપાસનાના આ જાજરમાન ધર્માયોજના આદ્યસ્થાપક જીમ્મી અડવાણી જણાવે છે કે ર સપ્ટેમ્બર સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યે ત્રિકોણબાગ ચોક ખાતેના રંગબેરંગી રોશનીથી ઝગમગતાં શુશોભિત પંડાલમાં પ્રસ્થાપિત થનાર ભગવાન ગણેશજીની અનુપમ અને ભાવવાહી મૂર્તિમાં આ વર્ષે વિશેષતા એ છે કે, રાજકોટના કુશળ કારીગરો દ્વારા કલાકૃત થયેલ ૯ ફુટની ઇકોફેન્ડલી મૂર્તિને વિવિધ વોટર કલરથી આકાર અપાયો છે. હજારો હીરા-માણેક જડીત પોષાક અને રંગબેરંગી આભૂષણોથી શોભતા વિઘ્વહર્તા દેવ રાજા સ્વરુપે ભકતજનોને આશીર્વાદ આપતા હોય એવી મુદ્રામાં બિરાજમાન થશે. તેમના સિંહાશનમાં વાંસડી વગાડતાં ભગવાન કૃષ્ણની મૂર્તિ તથા મયુર નૃત્યના દ્રશ્યો દર્શકોને આકર્ષશે… ગુજરાતમાં ગણપતિજીનું આવું અલભ્ય દર્શન કયાંય જોવા નહી મળે.

ગણપતિ મહોત્સવ દરમ્યાન યોજાનાર આનુસંગિક સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોની વિગતો આપતા અડવાણી જણાવે છે કે આ વર્ષે સામાજીક કાર્યક્રમો હારમાળા છે. તા. પ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે બહેનો માટે જાહેર મહેંદી સ્પધા. તા.૭ શનિવારે સાંજે પાંચ વાગ્યે નાના બાળકો માટે શ્ર્લોક સ્પર્ધા તથા રાત્રે ૮.૩૦ વાગ્યે શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્સ શો, તા.૯ સોમવારે સાંજે પાંચ વાગ્યે જાહેરજનતા માટે રંગાોળી સ્પર્ધા, તા. ૧૦ મંગળવારે સાંજે પાંચ વાગ્યે બાલ ચિત્ર સ્પર્ધા તથા તા. ૧૧ બુધવારે જાહેર જનતા માટે ઓરકેસ્ટ્રાના સથવારે ડાંડીયા રાસ સ્પર્ધા, આવા કાર્યક્રમોને સમાંતર તા.૪ બુધવારે સાંજે પાંચ વાગ્યે વ્યસન મુકિત અભિયાન અંતર્ગત અને થેલેસેમીયા પરિક્ષણ કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન છે.

આ તકે આયોજકો એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવ ખરા અર્થમાં લોક ભાગીદારીથી સમાજના તમામ વર્ગના લોકોના સહયોગથી યોજાતો સંપૂર્ણનીક ગણપતિ મહોત્સવ છે, અહિ ગણપતિ દેવની ઉપાસના ભકિતભાવથી થાય છે. ત્રિકોણબાગ કા રાજા તેમની સન્મુખ આવનાર સૌ કોઇને મનોકામના પૂર્ણ કરે છે. આ લાખો શ્રઘ્ધાળુઓનું આસ્થાધામ છે. આ પ્રેરણામૂર્તિ મહોત્સવે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર -ગુજરાતની અનુરાગી પ્રજાનો વિશ્ર્વાસ જીત્યો છે. રાજકોટમાં ગણપતિ ઉત્સવ ઉજવનારા મંડળો, પરિવારો અહિ હંમેશા દર્શનાર્થે પધારે છે. અનેક પરિવારો પોતાના માનતાના ગણેશની મૂર્તિની અહિ પંડાલમાં રાખે છે જેની ૧૧ દિવસ પૂજા થાય છે. ત્રિકોણબાગ કા રાજા શહેરના તમામ ગણપતિ ઉત્સવની માતૃ સંસ્થા છે.

ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવ-૨૦૧૯ ના સમગ્ર આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા સાર્વજનીક ગણેશ મહોત્સવ સમીતીના સુત્રધાર જીમ્મી અડવાણીના માર્ગદર્શન હેઠળ ભરત હેલવાણી, વિશાલ નેનુજી, ચંદુભાઇ પાટડીયા, કમલેશ સંતુમલાણી, કુમારપાલ ભટ્ટી, દર્શન પાલા, આનંદ પાલા, નાગજીભાઇ બાંભવા વગેરે અનેક સમર્પિત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટમાં ત્રિકોણ બાગ પાસે ૧૧  દિવસ દરમ્યાન દિવ્ય મંગલ મૂર્તિના દર્શન, પૂજન અને શ્રેણીબઘ્ધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારવા રાજકોટની ધર્માનુરાગી જનતાને જીમ્મી અડવાણી ઇન્દ્રદિપભાઇ વ્યાસ, નિલેશભાઇ ચૌહાણ, વિમલ નૈયા, કરણ મકવાણા, કિશન સિઘ્ધપુરા, યશ ચંદવાણી, નયન દુધાણી, વિશાલ કલા, રાજન દેસાણી સહીત નાઓએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.