Abtak Media Google News
  • નવી કારોબારીની વરણીતેમજ એન્યુઅલ જનરલ મીટીંગ અને ભોજન સમારંભ યોજાયો
  • પ્રમુખ પદે જયંતિભાઈ ટીલવા, મંત્રીપદે અશ્ર્વીનભાઈ પટેલ વરણી

તાજેતરમાં રાજકોટ મશીનરી ડીલર્સ એસો . ની એન્યુઅલ જનરલ મીટીંગ , ગીતાંજલી હોલ , ભકિતનગર સર્કલ ખાતે કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં મેમ્બરો ઉમળકાભેર ઉપસ્થિત  રહ્યા

કાર્યક્રમના પ્રથમ ચરણમાં નવી કારોબારી 2022 થી 2025 એમ ત્રણ વર્ષ માટે નકકી કરવાની હોય , સર્વે સભ્યમિત્રોને સરકયુલરથી જાણ કરવામાં આવેલ , જેમાં સભ્યઓએ ઉત્સાહ દેખાડીને 47 ઉમેદવારનાં ફોર્મ ભરાઇને આવેલ . તેમાંથી 36 સભ્યોનાં ફોર્મ પરત ખેંચાતા 11 સભ્યોની કારોબારી બીનહરીફ 2022 થી 2025 એમ ત્રણ વર્ષ માટે જાહેર કરવામાં આવેલ.

07 3

સર્વસંમતિથી નવી કારોબારી કમીટીમાં પ્રમુખ તરીકે વર્ષોના અનુભવી અને સીનીયર પ્રમુખ તરીકે  જયંતિભાઇ ટીલવા  ના નામની દરખાસ્ત  અશ્વિનભાઇ પટેલએ રજુ કરેલ અને  જયંતિભાઇ ટીલવાએ ઉપપ્રમુખ તરીકે  મુકેશભાઇ વડગામા   અને સીનીયર કારોબારી મેમ્બર  અશ્વિનભાઇ પટેલ  માનદ મંત્રી તરીકે અને  જીતેન્દ્રભાઇ મહેતા  સહમંત્રી અને ટ્રેઝરર તરીકે   પ્રકાશભાઇ કોરડીયાની જાહેરાત કરતાં , ઉપસ્થિત તમામ કારોબારી સભ્યોએ એકી અવાજે સહમતી દર્શાવીને સર્વાનુમતે તમામ હોદેદારોની વરણીને બહાલી આપેલ … કારોબારી સભ્ય તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ , જેમાં મનુભાઇ આર . ટીલવા , પયુષભાઇ એમ . પટેલ

,  પ્રકાશભાઇ સી . અંબાણી  ,  વિપુલભાઇ વી.કણસાગરા   ,  સકેશભાઇ બી . રૂપારેલ  ,  શરદભાઈ આર.સેજપાલ   , કો – ઓપ્ટ સભ્ય તરીકે  પંકજભાઇ સી.ઘેલાણી   ,  સમીરભાઇ વી . વોરા  ,  જીનેશભાઇ આર.પરસાણીયા સર્વાનુમતે વરણી કરવામાં આવેલ . 14 સભ્યઓની નવી કારોબારીનુ એ.જી.એમ.એ આવકારી બહાલી સાથે શુભેચ્છા પાઠવેલ . સમગ્ર ઓડિયન્સએ આવકારીને નવા વરાયેલા કમીટી મેમ્બરોએ સારી અને ઉત્કૃષ્ટ સેવા આપવાનો કોલ આપેલ . મીટીંગના પ્રારંભમાં સર્વે ઉપસ્થિત સભ્યોને પ્રમુખ જયંતિભાઇ ટીલવાએ આવકારેલ . સને 2022 માં નવાં થયેલા 12 સભ્યમિત્રોને આવકારી છેલ્લા ત્રણ વર્ષમાં દિવંગત થયેલ સભ્ય પરિવારના આત્માની શાંતિ ભાટે બે મીનીટ મોન પાળવામાં આવેલ . માનદ મંત્રીની અશ્વિનભાઇ પટેલએ ગત સાધારણ સભાની મીનીટનું વાંચન કરેલ . 2018 થી 2022 નો અહેવાલ રજુ કરેલ . પૂર્વ ટ્રેઝરર  નવનીતભાઇ કલ્યાણી હસ્તક તૈયાર થયેલ ટ્રેઝરર પ્રકાશભાઇ કોરડીયાએ ચાર વર્ષનાં હિસાબો રજુ કરેલ , અને આજની જનરલ મીટીંગના ખર્ચને બહાલી આપેલ . ત્રણેય કાર્યવાહીને એ.જી.એમ.ના હાઉસે બહાલી સાથે મંજુર કરેલ .

કાર્યક્રમનાં દ્વિતીય ચરણમાં નવાં હોદેદારોને સર્વસંમતિથી આવકારતા કારોબારીએ પ્રોત્સાહિત સન્માનમાં પ્રમુખી જયંતિભાઇ ટીલવાનું ફુલહાર અને શાલથી વિપુલભાઇ કણસાગરા ત્થા  પિયુષભાઇ પટેલએ કરેલ . ઉપપ્રુમખ મુકેશભાઇ વડગામાનું   રાકેશભાઇ રૂપારેલ , માનદ મંત્રી  અશ્વિનભાઇ પટેલનું શ્રી મનુભાઇ ટીલવા ત્થા  પંકજભાઇ ઘેલાણીએ કરેલ . સહમંત્રી જીતુભાઇ મહેતાનું શ્રી જીજ્ઞેશભાઇ પરસાણીયા ત્થા   સમીરભાઇ વોરાએ કરેલ . ટ્રેઝરર પ્રકાશભાઇ કોરડીયાનું પૂર્વ ટ્રેઝરરશ્રી નવનીતભાઇ કલ્યાણી ત્થા   પ્રકારભાઇ અંબાણીએ કરેલ . સર્વે હોદેદારોનું શાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવેલ. ઉપરોકત કાર્યક્રમ સફળ બનાવવામાં જયંતિભાઈ  ટીલવા,  મુકેશભાઈ વડગામા, અશ્ર્વીનભાઈ પટેલ, જીતુભાઈ મહેતા,  પ્રકાશભાઈ કોરડીયા, મનુભાઈ ટીલવા, પિયુષભાઈ પટેલ, વિપુલભાઈ  કણસાગરા સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.