Abtak Media Google News

‘ત્રિરંગા યાત્રા’ 19 દિવસમાં 12 રાજયોમાં ફરીને 4450 કિ.મી. પૂર્ણ કરશે

અહિંસા વિશ્વ ભારતીનાં સંસ્થાપક આચાર્ય લોકેશજીએ આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષમાં મદુરાઈથી મનાલી સુધી આયોજિત કરવામાં આવેલી રાજલક્ષ્મીજી મિણ્ડાની એકતા યાત્રાને રાષ્ટ્રીય રાજધાની દિલ્લી સુધી પહોંચવા બદલ કેન્દ્રીય મંત્રી  મુખ્તાર અબ્બાસ નકવીની સાથે યાત્રાનું અભિવાદન કરીને તેમને શુભકામનાઓ આપી. આ અવસર પર આચાર્ય લોકેશજીએ કહ્યું કે આઝાદીની 75મી વર્ષગાંઠ પર રાજલક્ષ્મીજી મિણ્ડાની એકતા યાત્રા એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અનેકતામાં એકતાનો સંદેશો આપવાનું કાર્ય કરી રહી છે.

તેમણે જણાવ્યું કે આ યાત્રાથી ભારતની બહુલતાવાદી સંસ્કૃતિનો પ્રચાર થશે અને તે દ્વારા એકતા, અખંડતા, શાંતિ, સૌહાર્દ જળવાશે. કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી  મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે એક સ્ત્રી થઈને પણ દેશભક્તિમાં ઓતપ્રોત રાજલક્ષ્મીજી અને એમની ટીમ દેશની એકતા માટે ત્રિરંગા યાત્રા કરી રહી છે એ ખૂબ પ્રશંસાજનક છે. આ યાત્રા દ્વારા સમાજમાં નફરત, હિંસા અને ધૃણાનો ભાવ મટી જશે અને લોકો વચ્ચે સદભાવ અને ભાઈચારો સ્થાપવાનું કાર્ય કરશે.

રાજલક્ષ્મીજીએ પોતાની ત્રિરંગા યાત્રાનાં સંદર્ભમાં જણાવ્યું કે તેઓ પોતાની ટીમ સાથે ભારતીય ત્રિરંગા સાથે મદુરાઈથી હિમાચલ પ્રદેશ અટલ ટનલ સુધી 4450 કિલોમીટર, 12 રાજ્યોમાં થઈને 19 દિવસોમાં પૂર્ણ કરશે. તેમણે  જણાવ્યું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં અનેકતામાં એકતા અને યુવાઓમાં દેશભક્તિ પેદા કરવાનો છે. તેમણે આચાર્યજી અને કેન્દ્રીયમંત્રી નકવીને એમની ઉપસ્થિતી બદલ ધન્યવાદ આપ્યા. આ અવસર પર આચાર્યજીએ ભાજપ દિલ્લી સંગઠનનાં મહામંત્રી સિધ્ધાર્થજી, પૂર્વ મેયર જયપ્રકાશજી, ભાજપનાં નેતા કુલજીત ચહલ અને ત્રિરંગા યાત્રાનાં રાજલક્ષ્મીજીને શુભકામનાઓ આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.