સોમનાથ મંદિરે ધાર્મિક, આદ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ

મહાશિવરાત્રી નિમિતે

પાલખી યાત્રા, જ્યોત પૂજન, ચાર પ્રહારનું વિશેષ પૂજન આરતી સહિત વિવિધ કાર્યક્રમોની સરવાણી

અબતક,અતુલ કોટેચા,વેરાવળ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં આજ થી તા.01-03-2022 દરમ્યાન દ્વિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.01-03-2022, મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે 4-00 થી લઈ સતત 42 કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહે છે. ચાર પ્રહરની વિશેષ પૂજાઆરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાય છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે. સોમનાથના માર્ગો શિવભક્તોનાં “જય સોમનાથ” નાદથી ગુંજી ઉઠશે. દર્શનાર્થીઓ એ સરકારની ગાઇડલાઇનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે.

મહાશિવરાત્રિ મહોત્સવ-2022ને લક્ષ્યમાં લઈ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ વિવિધ પૂજાવિધિ નોંધાવી તેમજ ગંગાજળ અભિષેક કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિએ ભાવિકો તત્કાલ શિવપૂજન, સુવર્ણ કળશ પૂજન, ધ્વજાપુજન કરી શકે તે માટે મંદિર પરિસરમાં સંકિર્તન ભવનમાં વિશેષ આયોજન કરાયું છે.

મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે, મહાશિવરાત્રિએ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો સરકારીની કોવિંડ-19 ની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે.સોમનાથ મહાશિવરાત્રિ પર્વે ભક્તો ઘરે બેઠા ઓનલાઇન પૂજાનો ઇ-સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઇન ઝુમ એપ પર ભક્તો પૂજા તેમજ દર્શન કરી શકશે. મહાશિવરાત્રિના રોજ ચોવીસ કલાક સ્વાગત/પૂછપરછ કેન્દ્ર મંદિરના મુખ્ય પ્રવેશ પાસે કાર્યરત રહેશે. જેમના સંપર્ક માટે મો.નં.9428214917 રહેશે.