પોરબંદરથી અમદાવાદ જતાં વાહનો માટે મુશ્કેલી, હવે રાજકોટથી જ બદલવો પડશે રસ્તો

અબતક-રાજકોટ

રાજકોટ નેશનલ હાઇવે નંબર-૮ને પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે રાજકોટનાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. જેના કારણે પોરબંદરથી અમદાવાદ જવા માટે ગ્રીનલેન્ડ ચોકડી થી બેડી ચોકડી થઈ માલિયાસણ થઈ અમદાવાદ હાઇવે પરથી પસાર થવાનું રહેશે જે અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાજકોટ-અમદાવાદ છ માર્ગીય નેશનલ હાઇવેનું કામ ચાલુ થવાથી ગ્રીનલેન્ડ ચોકડી નજીક જુના કુવાડવા રોડ પોલીસ મથક પાસે આવેલા નાલાનું કામ શરુ કરવામાં આવતા આ નાલા ઉપરથી પસાર થતા વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવી ભારે અને અન્ય નાનામોટા વાહનોની અવર જવર માટે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યો છે.

નાલા-પુલીયાને નવા બાંધકામ અન્વયે જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામે આવેલા લાલપરી બ્રીજને રાજકોટથી રોડની ડાબી સાઈડનો બ્રીજ પહોળો બનાવવા અને નવાગામની બાજુમાં આવેલ બ્રીજને રાજકોટથી રોડની જમણી સાઈડનો બ્રીજ પહોળો બનાવવા માટે પ્રોજેકટ પ્રગતીમાં છે અને આ રોડ ઉપર સતત ભારે અને અન્ય નાનામોટા વાહનોની અવર-જવર મોટા પ્રમાણમાં રહે છે, જેથી આ પ્રોજેકટ પુર્ણ કરવા માટે રાજકોટથી અમદાવાદ તરફ જતો ડાબી સાઈડનો રોડ બંધ કરી વાહનવ્યવહારને ડાયવર્ટ કરાયો છે.

જેમાં પોરબંદરથી અમદાવાદ રોડ તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો માટે પેડક રોડ પાણીના ટાકા સામેની ડાબી સાઈડના રોડ ઉપર પ્રવેશ બંધ કરી તેની જ્ગ્યાએ પેડક રોડ પાણીના ટાકા પાસેના સર્વિસ રોડથી ગ્રીનલેન્ડ ચોક, મોરબી રોડ, બેડી ચોકડી, થઇ માલીયાસણ ટી-પોઇન્ટ પસાર અમદાવાદ રોડ તરફ જઈ શકશે. જેમાં નેશનલ હાઇવે નં ૮-બ નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૨૭) પોરબંદરથી અમદાવાદ તરફ જતો રાજકોટ શહેર પેડેક રોડ પાણીના ટાકા (ગ્રીનલેન્ડ ઓવર બ્રીજ શરૂ થતા) પાસે બંધ કરી ડાયવર્ઝન કરવામાં આવ્યો છે.

ગ્રીનલેન્ડ ચોકથી પેડકરોડ પાણીના ટાકા તરફ જતા સર્વિસ રોડ ઉપર તમામ પ્રકાર વાહનો માટે પ્રવેશ બંધ કરી તેની જગ્યાએ ગ્રીનલેન્ડ ચોકડીથી ગોવિંદેશ્વર મહાદેવ મંદિરથી પેડક રોડથી પેડક રોડ પાણીના ટાકા પાસેથી સર્વિસ રોડ તરફ જઈ શકશે તેમજ ગ્રીનલેન્ડ ચોકથી ગ્રીનલેન્ડ ચોક નાલા નીચેથી માર્કેટીંગયાર્ડ તરફના નાલા નીચેથી જઈ સંતકબીર રોડ તથા પેડક રોડ, પાણીના ટાકા તરફ જઈ શકાશે. અમદાવાદ રોડ તરફથી રાજકોટ શહેર તરફ આવતા તમામ વાહનો માટે રોડ ખુલ્લો રહેશે.

રાજય સરકાર દ્વારા આ રસ્તાઓને ચાર માર્ગીયમાંથી છ-માર્ગીય કરવાના પ્રોજેકટની કામગીરી ચાલુ હોય તેમજ છ-લેન કરવા રસ્તાની પહોળાઇ વધારવામાં આવે છે. જેના માટે રસ્તાની સાઈડમાં બોક્ષ કટીંગ (ખોદકામ) કરવામાં આવી રહેલ છે