Abtak Media Google News

રાયસંગપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા ન હોવાથી અનેકવાર રજૂઆતો કરવાં છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે વાલીઓ વિધાર્થીઓ અને ગામલોકો સાથે મળી પ્રાથમિક શાળામાં તાળાબંધી કરતાં ચકચાર ફેલાઇ હતી.

પ્રવેશોત્સવનાં તાયફા વચ્ચે ગામલોકોએ શાળાની કરી તાળાબંધી

હાલ સમગ્ર તાલુકામાં શાળાઓમાં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ ચાલી રહ્યો હોય જેમાં ખોટાં તાયફા કરવામાં આવે છે પરંતુ મુળભુત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી ત્યારે મૂળીના  રાયસંગપર પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ શાળા ને તાળા બંધી કરી હતી.

આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા ગામલોકો રોષે ભરાયા હતા. ન છૂટકે સ્કૂલને તાળાબંધી કરી હતીઆ અંગે રાયસંગપર ના મુન્નાભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે જ્યાં સુધી વિધાર્થીઓને પીવાનાં પાણીની સુવિધા ઉપલબ્ધ નહિ  કરવામાં આવે ત્યાં સુધી વિધાર્થીઓ શાળાએ અભ્યાસ માટે અમો મોકલશું નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.