Abtak Media Google News

ટ્રક માલિકો અને યાર્ડના વેપારીઓ વચ્ચે હમાલીના મુદે મડાગાંઠ સર્જાતા અનિશ્ર્ચિત મુદત સુધી હડતાલનું એલાન: યાર્ડમાંથી માલ નહી ઉપડે

યાડઁ માં જણસી ઉતારવા આવતાં ટ્રક ચાલકો પાસે થી મજુરો દ્વારા વધારાની હમાલી કે ટેકઇ લેવાતી હોય આ મુદ્દે ગોંડલ તાલુકા ટ્રક ઑનર એસોસિએશન અને યાડઁ નાં વેપારીઓ વચ્ચે મળેલી બેઠક માં પૃશ્ર્ન હલ થવા ને બદલે મડાગાંઠ યથાવત રહેતાં આવતીકાલ તા.4 થી ટ્રક એસોસિએશન દ્વારા માલ નહીં ઉપાડી લોડીંગ બંધ કરી અનિશ્ર્ચિત મુદત સુધી હડતાલ નું એલાન કરતા યાડઁ માં જણસીઓ ની રોજીંદા હેરાફેરી કરતા અંદાજે 350 ટ્રક નાં પૈડા થંભી જશે.જેને કારણે યાડઁ નાં પરિવહન ને ભારે અસર પડશે.

ટ્રક ચાલક જ્યારે માલ ઉતારવા આવે ત્યાંરે માલ ની મજુરી વેપારી એ ભોગવવા ની રહેતી હોય છે.તેમ છતાં મજુરો દ્વારા ટ્રક ચાલકો પાસે થી ટન દિઠ ટેકઇ હમાલી વસુલાતી હોય ઉપરાંત વજન કાંટા નો ખચઁ પણ ચાલક ને ભોગવવો પડતો હોય ટ્રક ઑનર એસોસિએશન દ્વારા વિરોધ કરાયો હતો.આ મુદ્દે ટ્રક એસોસિએશન તથાં વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.પરંતુ વેપારીઓ દ્વારા સહયોગ નહીં મળતા આખરે હડતાલ નું એલાન અપાયાનું ટ્રક એસોસિએશન દ્વારા જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.