બિડન સાથેની લાઇવ ડિબેટમાં ટ્રમ્પે કોરોનાના મોતના આંકડા છૂપાવ્યાનો ભારત-ચીન સામે કર્યો આક્ષેપ

કાગડા બધે કાળા…!!!

ઉમેદવારોના રેકોર્ડ, સુપ્રીમ કોર્ટ, કોરોના વાયરસની સ્થિતિ, દેશની અર્થવ્યવસ્થા, વંશવાદ-હિંસા અને ચુંટણીની અખંડતતા ઉપરના મુદ્દે પ્રથમ ડિબેટ યોજાઈ હતી

ડિબેટમાં જોય બિડને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ઉપર આરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પે અશ્વેત લોકો માટે સહેજ પણ વિકાસલક્ષી કાર્ય કર્યું નથી જયારે તેમના સમયમાં વંશવાદી હિંસાનું પણ પ્રમાણ વઘ્યું હોવાનું સામે આવ્યું છે

અત્યાર સુધી અમેરિકામાં નબળા, જુઠ્ઠાબોલા, ગરીબડા રાષ્ટ્રપતિ કોઈ દિવસ જોયા મળ્યા નથી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એમાનાં એક: બિડન

આંતરીક સુરક્ષા મુદ્દે ટ્રમ્પની ચોખવટ: છેલ્લા ઘણા મહિનાઓમાં જે અમેરિકામાં હિંસા થઈ તેની પાછળ ડેમોક્રેટ લોકોનો હાથ

દેશની સૌથી મોટી આર્થિક સત્તા ધરાવતા અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટેની ચુંટણીને લઈ પ્રેસીડેન્સીયલ ડિબેટ શરૂ થઈ ગયેલી છે. અમેરિકામાં ટુ પાર્ટી પોલીટીકસ હોવાના કારણે સ્થાનિકોને ઘણીખરી રીતે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટેની ઉતમ તક સાપડે છે. આ વખતે અમેરિકામાં જે રાષ્ટ્રપતિ પદની ચુંટણી યોજાવા જઈ રહી છે તેની અસર ભારત ઉપર પણ જોવા મળશે. વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં અમેરિકાની લોકશાહી અત્યંત પરીપકવ છે જયાં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળી રહેલા અને ચુંટણીમાં વિપક્ષ તરીકે ઉભા રહેતા વ્યકિત સાથે અનેકવિધ મુદાઓ ઉપર ડિબેટ થતી હોય છે જેના પરીણામે પ્રથમ ડિબેટ આજરોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જોઈ બિડન વચ્ચે યોજાઈ હતી. કોરોના વાયરસના કારણે આ વખતે ચિત્ર થોડુ બદલાયેલુ લાગી રહ્યું છે જેમાં કુલ ૯૦ મિનિટ સુધી પ્રથમ ડિબેટ યોજાઈ હતી જેમાં જોઈ બિડને ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આરોપ અને આક્ષેપ લગાવ્યો હતો કે, ટ્રમ્પ કોરોનાને ખાડવામાં ડફોર સાબિત થયા છે. સાથો સાથ અમેરિકામાં પ્રથમ વખત આટલા અંશે નબળા, જુઠા બોલા અને ગરીબડા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ભાગદોડ સંભાળી છે.

જોઈ બિડનના અન્ય આક્ષેપો જે ટ્રમ્પ સામે લગાવવામાં આવ્યા છે કે ટ્રમ્પે વંશવાદી હિંસાને કાબુમાં લેવામાં નિષ્ફળ નિવડયા છે સાથો સાથ રંગભેદની જે નીતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આચરવામાં આવી છે તેમાં પણ ઘણા પ્રશ્ર્નો ઉદભવિત થયા છે. ટ્રમ્પે તેના કાર્યકાળમાં બ્લેક કોમ્યુનિટીને સહેજ પણ પ્રોત્સાહન આપ્યું નથી. જે પ્રથમ ડિબેટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જોઈ બિડન વચ્ચે યોજાઈ હતી જેમાં કુલ ૬ મુદા મુખ્યત્વે રાખવામાં આવ્યા હતા જેમાં બંને ઉમેદવારોના રેકોર્ડ, સુપ્રીમ કોર્ટ, કોરોના વાયરસ, અમેરિકાનું અર્થતંત્ર, વંશવાદ અને હિંસા તથા ચુંટણીની અખંડતતાને લઈ ડિબેટ કરવામાં આવી હતી. હાલ વૈશ્ર્વિક સ્તર ઉપર કોરોના વાયરસ જે રીતે પોતાનો પગપેસારો કર્યો છે તે મુદાની ચર્ચામાં ટ્રમ્પના જણાવ્યા મુજબ કોરોના ચીનના કારણે ફેલાયો છે તેમ જણાવ્યું હતું અને તેઓએ આશાવાદ પણ વ્યકત કરતા કહ્યું હતું કે, આવનારા થોડા સપ્તાહઓમાં કોરોનાને નાથતી વેકસીન આવી જશે અને હાલના સમયમાં અમેરિકામાં કોરોનાથી મૃત લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે ત્યારે પ્રતિઉતરમાં જોઈ બિડને જણાવ્યું હતું કે, ખુબ જ શરમની વાત છે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં ૨ લાખ લોકો મહામારીના કારણે જીવ ગુમાવ્યો હોય. વાસ્તવિકતા તો એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મહામારીને પહોંચી વળવા માટેનો કોઈ અકસીર ઉપાય તે કોઈ પ્લાન નિર્ધારીત નથી.

અર્થવ્યવસ્થાના મુદ્દે પણ ટ્રમ્પ અને બિડન વચ્ચે ઘણી ગંભીર ચર્ચાઓ થઈ હતી જેમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમના દ્વારા કોઈ દિવસ એવું કહેવામાં નથી આવ્યું કે, વૈશ્ર્વિક મહામારી કોરોનાના સમયમાં બજાર બંધ રાખવામાં આવે અથવા તો દેશને બંધ રાખવો જોઈએ. મહામારીના સમયમાં દેશના અર્થતંત્રને ખુબ સારી રીતે સંભાળવામાં આવી છે અને તેના પુરાવાઓ પણ પ્રસિઘ્ધ કરાયા છે. આ વાતના પ્રતિઉતરમાં બિડને પણ આરોપ લગાવ્યો હતો કે, આ સમયમાં આર્થિક રીતે અત્યંત સઘ્ધર લોકોએ આ સમયનો ફાયદો ઉઠાવ્યો છે જેના કારણે દેશની અર્થવ્યવસ્થામાં પણ ઘણા ગાબડા પડયા છે. અંતમાં તેને કહ્યું હતું કે, જયાં સુધી કોરોનાની લડાઈમાં વિજય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી અમેરિકાની આર્થિક સ્થિતિમાં સહેજ પણ સુધારો જોવા મળશે નહીં. હાલ જે રીતે અમેરીકાની ચુંટણીને લઈ અનેકવિધ વાતો સામે આવી રહી છે ત્યારે લોકો સામે પોતાના પક્ષને મજબુત રાખવા માટે ડિબેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હવે આગામી ૩ ડિબેટ ૭ ઓકટોબર, ૧૫ ઓકટોબર અને ૨૨ ઓકટોબરના રોજ વિવિધ જગ્યાઓ ઉપર યોજાશે જેમાં હજુ બે પ્રેસીડેન્સીયલ ડિબેટનું પણ આયોજન કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જે પક્ષ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને જોઈ બિડન પોતાના કાર્યો અંગે લોકોમાં ભરોસો કેન્દ્રિત કરશે તે જ અમેરિકાની રાષ્ટ્રપતિની ચુંટણી જીતવા માટે સક્ષમતા દાખવશે.

ક્ષ બિડનના જણાવ્યા મુજબ ટ્રમ્પ કોરોનાને ખાળવામાં ડફોર સાબિત થયા છે: યોગ્ય આયોજનના અભાવે દેશમાં આશરે ૨ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે

આગામી ત્રણ ડિબેટમાં પ્રથમ ૭ ઓકટોબરે ઉપરાષ્ટ્રપતિ માટે યુનિવર્સિટી ઓફ ઉતાહા સોલ્ટલેક સીટીમાં યોજાશે જયારે બીજી ડિબેટ ૧૫ ઓકટોબરના રોજ મિયામી ફલોરીડા

ખાતે ફરી વખત પ્રેસીડેન્સીયલ ડિબેટનું આયોજન થશે અને છેલ્લી પ્રેસીડેન્સીયલ ડિબેટ ૨૨ ઓકટોબરના રોજ ટેનેસીનેસવીલે ખાતે યોજાશે આ તમામ ડિબેટો ભારતીય

સમય પ્રમાણે સવારના ૬:૩૦ કલાકે યોજાશે જેમાં ડિબેટનો

કુલ સમય ૯૦ મિનિટનો રહેશે