Abtak Media Google News

મતદાનના ગોટાળાનું ‘ટ્રંપકાર્ડ’ ટ્રંપને ફરી સ્થાપિત કરી શકશે??

ટ્રંપકાર્ડનો ‘સક્રિય’ ઉપયોગ કરવા માઈક પોમ્પિયો સજજ; ફ્રાંસ, તૂર્કી સહિત સાત દેશોનાં પ્રવાસે

મહાસત્તાના ‘મહારથી’ની ચૂંટણીમાં છબરડાના આક્ષેપો ઉભા થતા ચિત્ર હજુ સ્પષ્ટ પણે અંકાયું નથી પ્રવર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાની આ ચૂંટણી ‘ચોરાયેલી ચૂંટણી’ ગણાવી છે અને આ બાબતે તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા જેને લઈ તાજેતરમાં એટર્ની જનરલ બાર એસોસીએશને તપાસના આદેશો જારી કર્યા છે. જો ટ્રંપના આ છબરડાનાં દાવા સાચા સાબિત ઠરશે તો અમેરિકા ‘મહારથી’ના સમગ્ર પાસા ઉલટફેર થઈ શકે તેમ છે. આથી જ પ્રબળ શકયતા સેવાઈ રહી છે કે મતદાનના ગોટાળાનું ‘ટ્રંપકાર્ડ’ ટ્રંપને ફરી સ્થાપિત કરી દેતો નવાઈ નહિ.

ડોનાલ્ડ ટ્રંપ અને તેમના સમર્થકો તેમની દ્વારા સ્વિકારવા તૈયાર નથી ડોનાલ્ડ ટ્રંપનો સ્પષ્ટ મત છે કે ચૂંટણી કાયદેસર રીતે થઈ જ નથી. ટેકનિકલ ઈસ્યુના કારણે અથવા હરીફ જો બિડેનની ડેમોક્રેટીક પાર્ટીની મતચોરીના કારણે ચૂંટણીમાં પારદર્શકતા જળવાઈ નથી જો કાયદેસરનાં મતોની ગણતરી થાય તો જીત નિશ્ર્ચિત જ છે તેમ ડોનાલ ટ્રંપનું સ્પષ્ટ પણે માનવું છે. આ છબરડાનાં આક્ષેપો સામે હવે, કાયદાકીય લડત ચાલશે અને ઉંડાણપૂર્વક તપાસ થશે. જેના પરિણામો બાદ જ ખબર પડશે કે મહાસત્તાના ખરા ‘મહારથી’ કોણ?? પણ જો આ આરોપ યર્થાથ ઠરશે તો યુએસએમાં જો બિડેનની સ્થિતિ સાવ ‘બિડાઈ’ જશે ટ્રંપ સમર્થકો મોટો વિરોધ ઉઠાવી બિડેનને ‘બિડી’ દેશે એક અહેવાલ પ્રમાણે ૪૦% અમેરિકી કે જેઓ ટ્રંપના સમર્થનમાં છે. તેઓએ ટ્રંપ માટે કાયદાકીય લડત લડવા માટે ૬ કરોડ ડોલર એકઠા કરી લીધા છે.

આ જંગ વચ્ચે ડોનાલ્ડ ટ્રંપ જો બિડેનની ટ્રાન્જીશન ટીમને સત્તા હસ્તાતરણની ‘ચાવી’ સોંપવાથી પણ દમકાર કરી દીધો છે અને પોતે આગામી ચૂંટણી વર્ષ ૨૦૨૪ સુધી રાષ્ટ્ર પ્રમુખ રહેશે જે તેવો આત્મવિશ્ર્વાસ વ્યકત કર્યો છે. અને આ સાથે જ અમેરિકાના વર્ષ ૨૦૨૪ના વિઝનને પૂર્ણ કરવા ડોનાલ્ડ ટ્રંપે માઈક પોમ્પિયોને મેદાને ઉતાર્યા છે.

એક તરફ સત્તા માટે જો બિડેને વ્હાઈટ હાઉસનાં દરવાજા ખટખટાવ્યા છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રંપ તેમને ‘તગડતા’ હોય, તેમ પોતાનું ‘ટ્રંપ કાર્ડ’ અવિરતપણે ચાલુ રાખવા રણનીતિ બનાવી રહ્યા છે. જો બિડેનની જીત છતા ટ્રંપે વિદેશ સચીવ માર્ક એસ્પેરને હોદાપરથી દૂર કરી ‘હુકમનું પાન્નુ’ ચલાવ્યું છે. તો હવે, માઈક પોમ્પિયોને મેદાને ઉતાર્યા છે. અને તેઓ ‘ટ્રંપકાર્ડ’નો ‘સક્રિય’ ઉપયોગ કરવા સજજ થયા છે.

જણાવી દઈએ કે, અમેરિકાના સચિવ માઈક પોમ્પિયો આવતીકાલથી ૧૦ દિવસ માટે સાત દેશોનાં પ્રવાસે જવાના છે.જેમાં ફ્રાંન્સ, તૂર્કી, જયોર્જિયા, ઈઝરાયલ, કતાર, યુએઈ અને સાઉદી અરેબિયાનો સમાવેશ છે. આ દેશોની મુલાકાત લઈ માઈક પોમ્પિયો વિદેશ નીતિ, મજબૂત અર્થતંત્ર અને આતંકવાદ નાબુદી માટે વિશેષ ચર્ચા કરશે. આ વિશે લઈ માઈક પોમ્પિયોએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, બિડેનની જીતનો અમે સ્વિકાર કરતા નથી અને ટ્રંપ પ્રશાસન બીજા કાર્યકાળને લઈ શાંતિપૂર્ણ રીતે આયોજન કરી રહ્યા છે.

સમગ્ર દુનિયા જોઈ રહી છે કે, અમેરિકામાં શું થઈ રહ્યું છે?? અમે, એક એક મતની ફરી ગણતરી કરીશું.

ટ્રંપના છેક સુધી લડી લેવાના મૂડના આ રહ્યા પાંચ કારણો

અમેરિકાની ચૂંટણી પરિણામો જાહેરતો થઈ ગયા છે. પરંતુ મતચોરીનાં આરોપથી હજુ ‘મહાસતાના મહારથી’નું ચીત્ર સ્પષ્ટ થયું નથી. ડોનાલ્ડ ટ્રંપ અને તેમના સમર્થકો ‘હાર’ સ્વિકારવા તૈયાર નથી ટ્રપ છેક સુધી લડી લેવાના મૂડમાં છે. અને ફરી ‘મહારથી’ બનવા કાયદાકીય લડત આપવા તૈયાર થયા છે. કોઈપણ સંજોગો પાછી પેની ન કરી ‘બિડેન’ને બિડવા તત્પર છે. ટ્રંપના આ આત્મવિશ્ર્વાસ અને છેલ્લે સુધી લડી લેવાના મૂડ પાછળ મહત્વના પાંચ કારણો છે જે વિશે માહિતી મેળવીએ.

૧. ટ્રપકાર્ડ: અમેરિકાના મહારથી ડોનલ્ડ ટ્રંપનું ‘હુકમનું પાન્નુ’ એટલે ‘ટ્રંપકાર્ડ’ તેઓ હરીફ સામે એક અલગ અને સ્પષ્ટ ઓળખથી જ મેદાને ઉતરે છે તેમના વિચાર અને મત સ્પષ્ટ છે.

૨. અમેરિકા માટે ‘અસ્તિરતા’: ડોનલ્ડ ટ્રંપ જો બિડેનને ‘મહારથી’ બનવાથી ગેરલાયક ઠેરવે છે તેઓ માને છે કે, જો બિડેનના શાસનથી અમેરિકામાં ‘અસ્થિરતા’ આવી જશે અને તેને તેઓ સાબિત પણ કરી શકે છે. આ કારણસર તેઓ પીછેહટ કરવા તૈયાર નથી.

૩,. હરીફને પારકવાની સુજ: ડોનાલ્ડ ટ્રંપ પર ઘણા વિશ્ર્લેષકોનું કહેવું છે કે તેઓ ‘હરીફ’ને પારખવાની એક આગવી સુઝ ધરાવે છે. પ્રતિસ્પર્ધીને તોડી પાડવાની નીતિમાં તેઓ કારગત છે.

૪.જીતવાનું જુનુન: તાજેતરની ચૂંટણી પરથી જ એ તાગ મેળવી શકાય છે કે ડોનાલ્ડ ટ્રંપમાં જીતહાંસલ કરવાનું જુનુન કેટલું છે? આ જૂનુનના લીધે જ તેઓ પીછેહટ કરવા તૈયાર નથી.

૫. ‘સ્થિર’ ઓળખ: ડોનાલ્ડ ટ્રપ અમેરિકાના ‘મહારથી’ તરીકે ફરી ઉભરી આવે કે, નહિ, એ પછીની વાત છે પરંતુ રાષ્ટ્રપતિ પછી કે પહેલા તેમની જે ઓળખ છે. એ સમર્થર્કોના દિલોદિમાગ પર એમનેમ જ છે. તેમની જે ‘સ્થિર’ ઓળખ છે. તે કયારેય ભૂંસાય તેમ નથી તેમ વિશ્ર્લેષકોનું કહેવું છે. આ બધા પ્રોત્સાહિત કાણોથી જ ટ્રંપ હાર માનવા તૈયાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.