Abtak Media Google News

અનેરું તિથક્ષેત્ર બનશે! વચનો અને ભરોસાઓથી ખદબદતા દેશ માટે અભૂતપૂર્વ ખુશખબર: સમય મર્યાદા અને ખર્ચ અંગે તર્ક વિતર્ક: આ રામમંદીર સવા અબજ દેશવાસીઓ માટે રામરાજયનાં નિર્માણની દિશા પણ ખોલી આપે તો વિશેષ શુકન અને શુભસંકેત !

રાજકારણનાં ધોયા-ન -ધોવાય એવા ડાઘ ન પડવા દેખાવય તો  એ રાજકીટ ક્ષેત્રઅને ધર્મક્ષેત્ર, એમ બન્નેના વિશાળ હિતમાં બની રહેશે!

આપણે ઇચ્છીએ અને પ્રભુને પ્રાર્થીએ કે આ રામમંદિર ભારત-પાકીસ્તાનને નવી બિરાદરીનાં રેશની બિરાદરોનાં તાંતણે બાંધીને પુન: અખંડ હિસ્દુસ્તાન સર્જી  આપીને મંદીર સંસ્કૃતિને સોળેય કળાએ સત્યમ શિવમ શુભમની ગંગોત્રી- યમુનોત્રીના સર્વોચ્ચ શિખરે પહોચાડી દે?

આપણા દેશમાં એવી એક માન્યતા ઘર કરી ગઇ છે કે, આપણે ત્યાં જયારે જયારે ચુંટણીઓ આવે છે ત્યારે એક મહત્વના ચૂંટણી મુદ્દા તરીકે રામમંદીર નિર્માણના મુદ્દાને આગળ ધરવામાં આવે છે અને મતદારોને ભ્રમિત કરવા કે આકર્ષવા અયોઘ્યા મંદીરનો મુદ્દો ઉઠાવાય છે.

વર્ષો સુધી આવા વ્યુહ અપનાવાઇ રહ્યો છે એક વખત તો આ મુદ્દાને જુના થઇ ગયેલા મુદ્દા તરીકે સ્પર્શવામાં આવ્યો જ ન હતો.

બાબરી-ઘ્વંશની અને અયોઘ્યામાં રાજજન્મ ભુમિ મંદીરનાં નિર્માણની ઘોષણાઓ છેક એ અરસાથી શરુ થઇ હતી.

તાજેતરમાં શ્રી અમિત શાહે એવી જાહેરાત કરી હતી કે ચાર મહીનામાં અયોઘ્યામાં રામ મંદીરનું નિર્માણ થઇ જશે.

આ બધું છતાં, જેમ વૃક્ષને છેદવા માટે તેના થડ ઉપર કુહાડીના એક થી વધુ ઘા ઝીંકવા પડે છે, તેમ આ બાબતમાં બન્યું હોવાનું માની શકાય!

હવે મંદીરનાં નિર્માણ વિષે ટ્રસ્ટ રચાયાની વડાપ્રધાને કરેલી જાહેરાત દેશમાં નવો ઉત્સાહ જગાડશે અને નિર્માણ અંગેની ગતિને વધારશે તેમજ એને લગતી ગતિવિધિઓમાં નવો જુસ્સો તથા બળ પૂરશે એમ કહી શકાય તેમ છે.

7537D2F3 4

આપણા સ્વાતંત્ર્ય  સંગ્રામ વખતે મહાત્મા ગાંધી સહિતના આગેવાનોએ પ્રજાને એવી હૈયાધારણ આપી હતી કે, આપણા દેશને આઝાદી મળી જશે એટલે આ દેશમાં દૂધ-દહીંની રેલમછેલ થશે. સહુને બધી વાતનું સુખ મળશે, સુવિધાઓ મળશે અને સમૃઘ્ધિ મળશે. આપણા દેશમાં આપણે સુરાજય સર્જવાનું છે અને રામરાજય નિર્માણ કરવાનું છે.

મહાત્મા ગાંધીએ તો એટલે સુધી કહ્યું હતું કે, જો મને કોઇ મારી નહિ નાખે તો હું ૧રપ વર્ષ સુધી જીવીશ અને અહીં રામરાજય સર્જીને જ જંપીશ.

આમ, સ્વાતંત્ર્ય વખતે આપણું લક્ષ્ય બ્રિટીશ રાજને હટાવીને આપણા દેશને આઝાદ કરાવવાનું હતું અને આઝાદ ભારતમાં રામરાજય સર્જવાનું હતું.

અત્યારે રામરાજય તો નથી સર્જી શકાયુ અને સુખ સમૃઘ્ધિની છોળો નથી ઉડાડી શકાઇ….

એવો પ્રશ્ર્ન પણ જાગે છે કે, આપણા દેશને મહામુશિબતે તેમના આકરા બલિદાનોના ભોગે મળેલી આઝાદી આપણા દેશને માટે બરબાદી કેમ લાવી? મુશીબતોના ડુંગર કેમ લાવી?  આટલું ભયાનક અધ:પતન કેવી લાવી? આપણી રામરાજયની અભિલાષાને કેમ છિન્નભિન્ન કરી બેઠી?

હવે શ્રી રામમંદીર આવશે એટલે હાલની કપરી પરિસ્થિતિ બદલાઇ જશે, ગરીબાઇનાં ઘોડાપુર થંભી જઇને તેમાં જબરી રાહત થશે અને નવાં સુખ સંપત્તિનાં વાવેતર થવાં લાગશે!

શ્રી રામમંદીરનાં નિર્માણકર્તાઓ પાસે મંદીર સંસ્કૃતિ યુગલક્ષી બદલાવની, સુખસર્જક પરિવર્તનની અને સવા અબજ દેશવાસીઓને ઝડપભેર નવા વિચારો, નવા વસ્ત્રો, નવા આનાસો, નવી નોકરીઓ, રોજગારી ધંધાઓની બક્ષીસો સહીત નવી નવી ખુશાલીઓની અપેક્ષા રાખશે જ !

તવારિથી મંદીર અને અનેરું તિર્થ આવે ત્યાં રામ રાજય આપશે જ એવી ર્પ્રાથના કરીએ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.