ટ્રસ્ટીઓના હરામીવેડાએ ૧૫૦ જેટલી ગાયોનો ભોગ લીધો: ગૌ પ્રેમીઓમાં અરેરાટી

વિસાવદરના સરસઈ ગૌશાળાની ઘટના

જવાબદારો સામે શિક્ષાત્મક પગલા લેવા ગામ લોકોની માંગ

વિસાવદર તાલુકાના સરસઈ ગામે આવેલી ગૌશાળાના ટ્રસ્ટીએ સાવ નીચ કક્ષાનું કાયે કરેલ છે.સરકાર પાસેથી કરોડો રૂપિયાની સહાય લેવામાં પાછી પાની ના કરનાર અમદાવાદના રહેવાસી આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવાની નટવરપુરા ગૌશાળા ખાતે આશરે ૧૦૦-૧૫૦  ગૌમાતાના અપમૃત્યુનો મામલો  ભારે ધિક્કારની લાગણીઓ ઉપજાવે છે.લેભાગુ તત્વોએ ગાયોના નામે ખોટું ટ્રસ્ટ બનાવી મોટા પ્રમાણમાં નાણા ઉઘરાવાયા હતા. અને ત્યારબાદ ઉઘરાવેલા નાણાંની વ્યકિતગત મોજ મજામાં ઉડામણી કરી  ક્યાં રફૂચક્કર થઈ ગયા  તે કોઈને ખબર જ નથી.લોકમુખે એવી ચર્ચા થાય છે ટ્રસ્ટી મંડળની અંદરો અંદર ની નાણાકીય લાલસાને લઈને ઝઘડાઓના કારણે જવાબદારી માંથી મુક્ત થઈ ગાયો ને બિસ્માર હાલત મા છોડીને ટ્રસ્ટીઓ ભાગી ગયા હતા.

વિસાવદર તાલુકાના ગોરખપરા (સરસઈ) ગૌશાળાની ૧૦૦-૧૫૦ ગાયોના અપમૃત્યુના સમાચારથી પંથકમાં ભારેલા અગ્નિ  જેવી પરિસ્થિતિ સજાઇ છે. ગૌમાતાના અસ્થિઓના ઢગલા જોઈ અપમૃત્યુનો આંકડો મોટી સંખ્યામાં હશે તેવું જાણવા ઘટના સ્થળે  દોડી ગયેલા સંજય કાપડીયા (તડકા પીપળીયા તા.ભેસાણ) અને પત્રકાર મુકેશ રીબડીયાની અનેક ગાયોના કંકાલ જોઇ હચમચી ઉઠયા હતા.

રાજકીય આગેવાનો મુનેશ પોકિયા તેમજ સુભાષભાઈ ગોંડલીયાએ અંગત રસ લઈ સતત સક્રિય પણે આ પરીસ્થીતી ને થાળે પાડી ગૌમાતા ઓને બચાવવા ઝુંબેશ ઉપાડેલ છે ત્યારે વિસાવદર તાલુકાના વિવિધ પ્રશાસનોના અધિકારીઓએ સ્થળની મુલાકાતો કરી યોગ્ય ઘટતું કરવાની કાયેવાહી શરૂ કરેલ છ્ે. જેમા તાલુકા વિકાસ અધિકારી રમેશ માણાવદરીયાએ આ ગૌશાળાની મુલાકાત લઈ અને તજવીજ હાથ ધરી છે.તેમજ પોતાના થી શક્ય એટલી ઝડપથી આ પ્રકરણને લઇને ઉકેલ લાવશું તેમજ વધુ ગાયોના અપમૃત્યુ ના થાય તે દિશા તરફના જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. વિસાવદરના પી.આઇ. પટેલ  પ્રતિનીધીએ પણ ઉપરોક્ત ઘટના સ્થળની મુલાકાત લીધેલ છે.  આ ધૃણાસ્પદ કૌભાંડમાં જવાબદાર લોકો સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવે તેમજ જે અધિકારીઓએ  બિનરજીસ્ટ્રેડ ટ્રસ્ટ ને સરકારી નાણાકીય સહાય કરી છે તેઓની તપાસ કરવામાં આવે ,વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવા જણાવેલ છે  આસપાસના સ્થાનિક લોકોના નિવેદનો પરથી જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરતા ભૈરવદાદાના મંદિર પાસેથી અસંખ્ય કંકાલ(હાડકાઓ) મળી આવેલ છે જે જોઈ  ટ્રસ્ટીઓ સામે મૃત્યુદંડની જોગવાઈ હોવી જોઈએ તેવી લોકોની માંગણી છે. ઉપરોકત બાબતને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલીનુ સર્જન થાય  એવો માહોલ ઉભો થયો છે.જવાબદાર લોકો સામે જો ઝડપથી પગલાંઓ લઈ અને સજા આપવામાં નહીં આવે તો હિન્દુ સમાજ ના કેટલાક સંગઠનોએ મોટા પ્રમાણમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવું નિવેદન આપ્યું છે.

ગાયોના ઘાસચારા-સેવા ચાકરીની મદદ માટે ગામલોકોએ પ્રકરણને મોટુ બનાવ્યાની શંકા: ડો. કથીરીયા

સરસઈ ગૌશાળાના પ્રકરણ મુદે ‘અબતક’ સાથેની વાતચીતમાં ડો. વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતુ કે ગાયોના ઘાસચારાની વ્યવસ્થા થાય, સેવા ચાકરી થાય અને મદદ મળે તે માટે ગામલોકોએ આ પ્રકરણને મોટુ બનાવ્યાની શંકા છે. સરસઈ ગૌશાળામાં અંદાજે ૧૫૦ જેટલી ગાયો છે અને આ ગૌશાળાનું સંચાલન છોટુબાપા નામે કોઈ બાવાશ્રી કરી રહ્યા હતા. આ બાવાશ્રીથી ગૌશાળાનો વહિવટ યોગ્ય રીતે ન થતા ભાગી ગયાની વાત સામે આવી હોવાનું ડો.કથીરીયાએ જણાવ્યું હતુ. વધુમાં કહ્યું હતુ કે સમસ્ત સરસઈ ગામ વૈષ્ણવ છે અને હાલ વૈષ્ણવો જ રેઢિયાળ ગાયની સેવા કરે છે. પરંતુ ગાયોની વધુ સારી રીતે સેવા ચાકરી થાય અને પુરતી મદદ મળે તે માટે ગામના લોકોએ આ પ્રકરણને મોટુ સ્વ‚પ આપી સમગ્ર પંથકમાં ગજવ્યું છે. આ ગાયોના પૂરતા ઘાસચારા અને સેવા સુશ્રુષા માટે અમે બને તેટલી મદદ કરીશું તેમ અંતમાં ડો.કથીરીયાએ જણાવ્યું છે.