આ રક્ષાબંધન ટ્રાય કરો ઘરે આ નવી મીઠાઈ – મિલ્ક કેક

સામગ્રી :

૨/૩ ફટકડી

દૂધ – ૧૦ કપ

ખાંડ – ૧૫૦ ગ્રામ

ઘી – ૨ ટેબલસ્પૂન

૨- ચોકલેટ

ખાંડની ચાસણી – ૨ ટેબલસ્પૂન

રીત :

સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં દૂધ ઊચા તાપે ગરમ કરો. દૂધ ગરમ થયા બાદ તેમાં ફટકડી ઉમેરો અને ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો. ત્યારબાદ દૂધને સતત હલાવતા રહો. દૂધને એક દમ ઘટ્ટ થવા દો. દૂધ એક દમ દાણાદારના બને ત્યાં સુધી તેને ઉકાળો ત્યારબાદ તેમાં ચોકેલેટ ઉમેરો અને મિશ્રણ ત્યાર કરો.

ત્યારબાદ ઘી તેમજ ખાંડની ચાસણીને મિક્સ કરો મિશ્રણ જ્યાં સુધી મિશ્રના થાય ત્યાં સુધી તેને હલાવતા  રહો ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી આ મિશ્રણ કઢાઈના તળિયેથી અલગના થાય…

પ્રથમ બનવેલ મિશ્રણને કોઈ ડિશમાં પાથરી ઠંડુ થવા દો ત્યાર બાદ તેના પીસ કરો હવે બનાવેલ ઘી અને ખાંડના ચાસણીનું મિશ્રણમાં ડૂબોડી તેના પર પિસ્તા તેમજ ચાંદીનો વર્ક લગાવી ગાર્નિશ કરો તો ત્યાર છે મિલ્ક કેક.