Abtak Media Google News

આજકાલ ઘણા લોકોને પોતાના નખમાં સફેદ ડાઘ જોવા મળતા હોય છે. મોટાભાગનાં લોકો જોવા મળતા આ સફેદ ડાઘ શા માટે દેખાય છે. તેનાથી અજાણ છે. તો ઘણા લોકો આ સફેદીથી ચિંતિત છે. નખમાં જોવા મળતી આ સફેદી લ્યુકોનિસિયાને લીધે થાય છે આ સ્ટેન નાના અથવા મોટા પ્રમાણમાં હોઈ શકે છે. અને દરેક વ્યકિતની અલગ અલગ આંગળીઓનાં નખમાં આ સફેદી જોવા મળતી હોય છે. નખ પરની આ સફેદીઓ માટે કેટલાક કારણો હોઈ શકે જેમકે ફંગલ ઈન્ફ્રેકશન, ઉત્પાદનમાં એલર્જી, કેલ્શિયમની ઉણપ, અથવા નેઈલમાં ઈજા થતા આ સફેદી દેખાઈ આવે છે.

આ સફેદી દૂર કરવા અનેક ઘરેલું ઉપચાર શકય છે. નાળિયેર તેલનાં થોડા ટીપા નખ પર લગાવો અને માલિશ કરો અન્ય ઉપચારમાં લીંબુના રસમાં વિટામીન સી છે જે રંગીન ત્વચાથી છૂટકારો આપે છે. આ ઉપરાંત ઓલીવ ઓઈલ લગાવવાથી પણ નખને પોષણ મળે છે અને નખ મજબૂત પણ કરે છે. લીંબુનો રસ અને ઓલીવ ઓઈલ નિયમિત લગાવવાથી નખની આ સમસ્યામાંથી છૂટકારો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.