Abtak Media Google News

વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને પ્રકારના ડ્રેસિંગ અને દરેક હેર-ટાઇપને સૂટ કરતી અને મેઇન્ટેન કરવામાં ઈઝી આ સ્ટાઇલ યંગ ગર્લ્સ, મિડ-એજ મહિલાઓ, વર્કિંગ વિમેન અને હાઉસવાઇવ્ઝ દરેકને ગમી રહી છે બોબ્ડ એ ટૂંકા વાળવાળી હેરકટ છે. લોન્ગ બોબ્ડ એમાંની જ એક સ્ટાઇલ છે. પાછળી ગરદન સુધી અથવા તો શોલ્ડર પર અને આગળથી લોન્ગ હેરકટ લોન્ગ બોબ્ડ કટ કહેવાય છે.

ક્લાસિક ગણાતી આ હેરકટને મેઇન્ટેન કરવી બહુ ઈઝી હોવાથી અને વેસ્ટર્ન તથા ઇન્ડિયન એમ બન્ને ડ્રેસ સાથે કેરી કરી શકાતી હોવાથી આ હેરકટને ઇન્ડિયન સ્ત્રીઓમાં વધુ ઍક્સેપ્ટન્સ મળી રહ્યું છે. બ્લન્ટ કટને મળતી આવતી આ હેરસ્ટાઇલ પાતળા, જાડા, કર્લી, સીધા એમ બધા જ પ્રકારના હેર-ટાઇપને સૂટ થાય છે. ભારતમાં આ હેરકટ વધુ પોપ્યુલર એટલા માટે છે કે એ વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને પ્રકારના ડ્રેસિંગને સૂટ થાય છે. એને મેઇન્ટેન કરવી બહુ ઈઝી હોવાથી વર્કિંગ અને મિડ-એજ મહિલાઓને પણ આ હેરકટ ગમે છે.

ટીનેજર્સ અને મિડ-એજ મહિલાઓમાં આ કટ વધુ ચાલી રહી છે. આ હેરકટ એવી ટાઇપની છે કે પાતળા વાળ હોય તો પણ એનું વોલ્યુમ વધારે દેખાય છે. સ્ટ્રેટ હેરને પણ એ સૂટ કરે છે. કર્લી અને વેવી હેરમાં પણ આ કટ કરી શકાય છે, પરંતુ એમાં ટેક્નિકલી એને થોડો અલગ કટ આપવો પડે છે. કર્લી હેર હોય ત્યારે બ્લોડ્રાય થોડું વધુ આપી દેવાથી એ બરાબર સૂટ થાય છે.

ટૂંકમાં કહીએ તો, બોબ્ડ હેરકટ બધાને સારી લાગે છે. ફેસ, નેકલાઇન, હેર-ટાઇપ, હેર-ટેક્સચર વગેરેને ધ્યાનમાં રાખીને લોન્ગ બોબ્ડ કટ આપવામાં આવે છે. આ હેર કટમાં વાળ ખુલ્લા જ રાખવા પડે એવું નથી પોની પણ લઈ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.