‘તું રાજી રે’ : જાનકી અને દિવ્યાંગની જોડી કરી દેશે બધાને રાજી

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની દિશાઓ હવે બદલાઈ રહી છે. નવા કોન્સેપ્ટ અને નવી જ સ્ટોરી હાલ ગુજરાતી રસિકોને પીરસાઈ રહી છે. મૂવી ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સને જાણે કે હવે કઈક ને કઈક નવું આપવાનું ઘેલું લાગ્યું છે. બોલીવૂડની સાથે સાથે હવે ઢોલિવૂડના કલાકારો પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો વધારી રહ્યા છે. પ્રેક્ષકો ઢોલિવૂડ ફિલ્મોને વધુ પસંદ કરી રહ્યા છે.
કે. આર. દેવમણી દ્વારા લખાયેલી આ અનોખી લવ સ્ટોરી ‘તું રાજી રે’ને ડાયરેક્ટર હાર્દિક ભટ્ટ દ્વારા રજૂ કરાઇ રહી છે. ફિલ્મમાં દિવ્યાંગ ઠક્કર અને જાનકી બોડીવાલા પોતાના અનભિનયના ઓજસ પાથરવાના છે. ટિમ દ્વારા ફિલ્મનું ટ્રેલર હાલ જ રજૂ કરાયું છે અને ચાહકોનો બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. દિવ્યાંગ ઠક્કર પાર્થની ભૂમિકામાં છે જ્યારે જાનકી બોડીવાલા દિશાનો રોલ પ્લે કરશે. આ ઉપરાંત અનંગ દેસાઇ, રાજીવ મહેતા, ત્રિશા પરમાર, લીલી પટેલ, જ્યોતિ ચુડાસમા, સ્વર્ગસ્થ ઘનશ્યામ નાયક અને દિપક ઘિવાલા પણ ફિલ્મમાં મહત્વના કિરદારમાં છે.
ટ્રેલર પરથી જણાતી ફિલ્મની વાર્તા મુજબ પાર્થ એક પ્રતિભાશાળી મિમિક્રી આર્ટિસ્ટ છે જે તેના પડોશમાં રહેતી છોકરી દિશાના પ્રેમમાં પડે છે. જો કે, પાર્થને કેન્સર હોવાનું નિદાન થતાં તેમના જીવનમાં એક કમનસીબ વળાંક આવે છે. શું પાર્થ આ બીમારીથી બચી શકશે?