Abtak Media Google News

૧ માર્ચે ફિલ્મ થશે રીલીઝ: સ્ટાર કાસ્ટ અબતકની શુભેચ્છા મુલાકાતે

એચ. કુમાર પ્રોડકશન હાઉસ દ્વારા નિમિત ગુજરાતી મુવી ‘તું છે ને’નું ૪ ફેબ્રુઆરીના રોજ ટ્રેલર અને મ્યુઝીક લોન્ચ કરવામાં આવ્યું હતુ તું છે ને એ પ્રશ્ન નથી પરંતુ પ્રેમ પરના વિશ્વાસની વાત છે. આવું જ કાંઈક દર્શાવતી ફિલ્મ તું છે ને ૧ માર્ચ ૨૦૧૯ના રોજ ગુજરાતભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. હરેશ જાની દ્વારા પ્રોડકયુસ કરાયેલી આ ફિલ્મ એક રોમાન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જેની વિગત આપવા ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિતનાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

તુ છે ને ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં શ્યામ નાયર અને ડિમ્પલ બિસ્કૂટવાલા છે. શ્યામ નાયર તથા ડિમ્પલ બિસ્કૂટવાલા સાથે આ ફિલ્મમાં કાર્તિક રાષ્ટ્રપાલ, સ્વાતિ દવે, રાજેશ ઠકકર, નિશિત બ્રહ્મભટ્ટ અને પ્રશાંત થર્ડશ્ર્વર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મના પ્રોડયુસર હરેશ જાની અને ડિરેકટર રેહાન ચૌધરીએ જણાવ્યું કે, આ ફિલ્મ એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે. જેમાં લાગણી સંબંધ અને વિશ્વાસના મહત્વ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રણયની આસપાસ ઉભા થતા પ્રશ્ર્નો અને લાગણીસભર પ્રયાસોને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

ફિલ્મ પ્રેમ પર રાખવામાં આવતા વિશ્વાસની વાત પ્રસ્તુત કરે છે. આ ગુજરાતી ફિલ્મન ડાયરેકટર રેહાન ચૌધરી છે. શૈલેષ જાની દ્વારા લીખીત આ ફિલ્મનું મ્યુઝિક સુપ્રસિધ્ધ સમીર માનાએ આપેલ છે. ફિલ્મનાગીતોમાં અવાજ લોકપ્રિય ગાયકો ઓસમાણ મીર, કુશલ ચોકસી, પલક જોશી તથા બલરાજે આપેલ છે. તુ છે ને ફિલ્મનું સમગ્ર શુટીંગ ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.