આઘ્યાત્મિકતાની સાથે શરીર માટે પણ સર્વગુણ સંપન્ન વનસ્પતિ ‘તુલસી’

તુલસીનો છોડ પોતાની શુઘ્ધતા અને ગુણો માટે ભારત જ નહીં, વિદેશોમાં પણ પ્રસિઘ્ધ

ભારતીય પરંપરામાં તુલસીનું વાવેતર પોતાની શુઘ્ધતા માટે પ્રખ્યાત છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પુજાનું વિશેષ મહત્વ છે. તુલસીને ખુશી અને કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે.

ધાર્મિક-પૌરાણિક મહત્વ સિવાય તુલસી એક પ્રસિઘ્ધ જડીબુટ્ટી પણ છે જેનો ઉપયોગ અનેક બિમારીઓને દુર કરવા માટે થાય છે. વનસ્પતિમાં તુલસી જ એક માત્ર એવી વનસ્પતિ છે જેની પુજા થાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર તુલસીના બે પ્રકાર માનવામાં આવે છે. (૧) રામ તુલસી (૨) શ્યામ તુલસી અને બન્ને વચ્ચે માત્ર પાતળી ભેદરેખા છે. રામ તુલસીના પાન સહેજ પહોળા અને મોટા હોય છે જયારે શ્યામ તુલસીના પાન જીણા અને નાના હોય છે.

ભારતીય તુલસી ઔષધિનો વિદેશમાં પણ દબદબો

ભારતમાં અતિપ્રિય એવી તુલસીનો વિદેશમાં પણ ભારે દબદબો છે. તુલસીની અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા કેનેડામાં ભારે ડિમાન્ડ છે. અહીં તુલસીનું વાવેતર અંદાજે ૬૦૦ એકરમાં થઈ રહ્યું છે. સુબેના મહોબા જિલ્લાના અડધો ડઝન ગામનું જીવન તુલસીના એક નાનકડા છોડએ બદલી નાખ્યું છે. એક દશકથી અંદાજે ૫૦ ખેડુતોએ તુલસીના ઉત્પાદનની શરૂઆત કરી હતી. હવે આ વિસ્તારના અનેક ખેડુતો તુલસી ઉગાડી રહ્યા છે. તુલસીના પાનથી માંડીને બીજ અને તેની દાંડી પણ વેચાઈ રહી છે. આ વિસ્તારમાં ઉત્પાદન કરેલા તુલસીના બીજ, દાંડી અને પાંદડાને વિદેશમાં પણ બજાર મળી ગયું છે. ઓર્ગેનિક ઈન્ડિયાના સહયોગથી હોલસેલ વેપારીઓ અને સંસ્થાઓ સીધી ખેતરોમાંથી ખરીદી કરી રહી છે. તેમના દ્વારા તુલસીને દેશના અન્ય શહેરોની સાથે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં મોકલવામાં આવી રહી છે. કેનેડા અને અમેરિકામાં તુલસી ચાનું વેચાણ થઈ રહ્યું છે. આમ ભારતીય તુલસી ઔષધિનો વિદેશમાં પણ દબદબો છે.

તુલસીના પાનના વિવિધ શારીરિક ફાયદાઓ

તુલસી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત કરવાની ક્ષમતા રાખે છે. શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે પણ તુલસી અત્યંત ગુણકારી છે. તેના નિયમિત સેવનથી શરીરું વજન સરેરાશ રીતે નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તુલસીના રસના ટીપામાં થોડુ મીઠુ ઉમેરીને બેભાન અવસ્થામાં હોય તેવી વ્યકિતના નાકમાં નાખવાથી તેને હોશ આવે છે. આ બનાવતી વખતે તુલસીના કેટલાક પાનની સાથે ઉકાળવામાં આવે તો શરદી, તાવ અને માસપેશીઓના દુ:ખાવામાં રાહત અનુભવાય છે. ૧૦ ગ્રામ તુલસીના રસને ૫ ગ્રામ મધ સાથે લેવાથી એડકી અને અસ્થમાના દર્દીને સ્વસ્થ કરી શકાય છે. તુલસીના કાઢામાં થોડુ સંચળ નાખવાથી અને વાટેલી સુંઢ મિકસ કરીને સેવન કરવાથી કબજીયાત દુર થાય છે. બપોરે ભોજન પછી તુલસીના પાન ચાવવાથી પાચન શકિત મજબુત થાય છે તથા તુલસીના રસની સાથે મધ અને વાટેલા કાળા મરીનું સેવન કરવાથી અપાચનક્રિયામાં મદદ મળે છે. પ્રતિદિન સવારે પાણીની સાથે તુલસીના પાંચ પાન ખાવાથી ઘણા પ્રકારની સંક્રામક બિમારીઓ અને મગજની નબળાઈઓથી બચી શકાય છે. જેથી સ્મરણ શકિત પણ મજબુત થાય છે. ૪-૫ શેકેલા લવિંગ સાથે તુલસીના પાન ચુસવાથી દરેક પ્રકારની ખાંસીથી મુકિત મેળવી શકાય છે. તુલસીના રસને ચર્મરોગ પ્રભાવિત અંગ પર માલિશ કરવાથી દાગ, એકિજમા અને અન્ય ચામડીના રોગથી મુકિત મેળવી શકાય છે.

તુલસીનું ધાર્મિક મહત્વ

તુલસી પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છે. તેના સિવાય પરમાત્મા શિવ સહિત લગભગ તમામ દેવી-દેવતાઓને પણ તુલસી પસંદ છે. શાસ્ત્રોકત માન્યતા મુજબ ઘરમાં તુલસીનો છોડ અને તેની સેવા કરો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તેમજ મુરજાયેલી (સુકાઈ ગયેલી) તુલસી વિપતિઓનો સંકેત આપે છે.

આયુર્વેદ સહિત વાસ્તુ શાસ્ત્રમાં તુલસીનું મહત્વ

આયુર્વેદમાં જયાં તુલસીના ભરપુર ગુણોનું વર્ણન છે તો વાસ્તુ શાસ્ત્રમાં તેને તમામ વાસ્તુ દોષોને દુર કરનારું કહેવાયું છે પણ મોટા ભાગના ઘર આંગણે તુલસીના થતા સુકાઈ જાય છે. વધતી નથી અથવા તો પીળી પડી જાય છે. તેને લગાવતી વખતે સાવધાની રાખવા જેવી કેટલીક બાબતો જાણવી જરૂરી છે.

તુલસી લગાવતી વખતે સાવધાની રાખવા માટેની વિધિઆમ તો તુલસી વાવવા માટેની કોઈ એક ઋતુ નિશ્ર્ચિત નથી કોઈપણ ઋતુમાં લગાવી શકાય છે તેમ છતાં સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન તુલસીનો છોડ લગાવવા માટેનો સમય ઉતમ ગણવામાં આવે છે.