‘તુલસી’ એક ગુણ અનેક, ધર્મ અને આયુર્વેદમાં ઉત્તમ સ્થાન મેળવનાર પવિત્ર ઔષધિ

હિન્દુ ધર્મમાં ‘તુલસી’ને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ‘તુલસી’ના પાન હિન્દુ ધર્મમાં લગભગ દરેક પૂજાની શોભા બને છે. તેવી જ રીતે તુલસીનું આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઉત્તમ સ્થાન છે. આરોગ્ય વર્ધક તુલસી અનેક ગુણો ધરાવનાર ઔષધિ છે. તો ચાલો આપણે તુલસીના ફાયદાઓ અને ગુણો વિશે જાણીએ.

આપણા હિન્દુ ધર્મમાં તુલસીનું મહત્વ ઘણું વધારે છે. બધા જ ઘરમાં તુલસીજી હોય છે. તુલસીનું મહત્વ આયુર્વેદમાં પણ વધારે છે. શ્રી કૃષ્ણભગવાન રામભગવાન હનુમાનજી શાલીગ્રામ વિષ્ણુભગવાનની પુજા તુલસી વગર અધુરી છે.

ભગવાનને ભોજનનો થાળ ધરવામાં પણ થાળમાં તુલસી પધરાવવામાં આવે છે.

ગળામાં તુલસીની માળા ધારણ કરવાથી રોગ દુર ભાગે છે અને વિચારોમાં પ્રવિતતા આવે છે. તુલસીમાં એન્ટીબાયોટિક ગુણ છે. જે રોગ બિમારી સામે લડવાની શકિત વધારે છે.

ઘરમાં આગણામાં મોટા તુલસી રાખવાથી વાતાવરણ શુઘ્ધ રહે છે. અને વાસ્તુદોષ પણ ઘણી હદે દુર થાય છે.

કહેવાય છે કે તુલસીના દરરોજ પાંચ પાન સવાર સાંજ લેવાથી પેટદર્દ, મેલેરીયા સામે રક્ષણ મળે છે. અને યાદ શકિત તેજ થાય છે. માથાનો દુખાવો દુર થાય છેફ. શરદી જેવી બીમારીમાં રાહત અપાવી શકે છે.

તુલસીએ ભગવાનનું વરદાન છે. મનુષ્ય જીવન ઉપર હજારો વર્ષોથી દરરોજ સવારે તુલસી પુજા કરવાની હિન્દુ ધર્મમાં પરંપરા છે. અને દરરોજ સવાર સાંજ પાચ પાન તુલસીના લેવાથી આરોગ્ય સારુ રહે છે.