Abtak Media Google News

મનુ કવાડ, ગીર ગઢડા

આજે આપણે આ જ સ્થળ વિષે વાત કરવાના છીએ જે ગુજરાતના ગાઢ જંગલની વચ્ચે આવેલું છે આ સ્થળ છે  ગીરની અંદર આવેલી તુલસીશ્યામ. આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલશીશ્યામની વાત જ નિરાળી છે. તુલશીશ્યામ અમરેલીથી ૪૫ કિમી દુર અને જુનાગઢથી ૧૨૩ કિમી ઉના તાલુકામાં આવેલું છે. ગાઢ જંગલ અને ગિરિઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ઉપરાંત પર્યટન સ્થળ તુલસી શ્યામ ઓળખાય છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે. અહિયા રાત રોકવાની વ્યવસ્થા પણ છે. જુનાગઢથી સતાધાર રસ્તે તુલશીશ્યામ પહોંચી શકાય તો ઉનાથી પણ કોડીનાર થઈ તુલસી શ્યામ પહોંચી શકાય છે. ગાઢ જંગલ અને ગિરિઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ઉપરાંત પર્યટન સ્થળ તરીકે જાણીતી છે. તો જાણીએ તુલસી શ્યામના પ્રખ્યાત સ્થળો વિષે:

ગરમ પાણીના કુંડ : આકર્ષણ સાથે રહસ્યમય સ્થાન

તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુહુલ ઉભું કરે છે .આસપાસના જંગલોમાં વહેતી નદીઓમાં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડમાં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુહલ ઉભું કરે છે. અહી આવતા ધાર્મિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે. સતત ગરમ પાણીના કુંડમાં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઇ જાય છે.

Screenshot 5 10

ગ્રેવિટી પ્લેસ:

તુલસીશ્યામ ગીરના જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે. કે જ્યાં ઢાળ વાળા રસ્તા પર ગાડી ચલાવતી વખતે ચાલક ન હોય તો પણ ગાડી બ્રેક વગર એમ જ ચાલતી જાય છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.

Screenshot 6 6

તુલસી શ્યામ એક ધાર્મિક કથા :

Screenshot 7 4

જલંધર નામનો અજેય યોધ્ધા હતો જેણે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહાદેવ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુ ને જલંધરના મૃત્યુ માટે નાટક કરવું પડ્યું અને તુલસી શ્યામ છે ત્યાં સુંદર ઉપવન બનાવ્યું અને યોગી સ્વરૂપે પોતે ખુદ બિરાજ્યા,  જલંધરને શોધતી તેની પત્ની આ સુંદર ઉપવનથી આકર્ષાઈને આવી પહોંચી વિષ્ણુએ જલંધરની પત્ની વૃંદા એટલે કે તુલસી ને કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે.અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જલંધર જીવીત કર્યો, અને વૃંદાને આ વાતની ખબર પડી કે જલંધર નકલી છે તો ગુસ્સે થઇ અને ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો શાપ આપ્યો. ત્યારે વાસ્તવિકતા સમજવતા  ભગવાન વિષ્ણુ એ કહ્યું કે માતા પાર્વતી પર જલંધરની દાનત બગડી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ શૈલ (પથ્થર) બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા . તુલસી શ્યામની ઉપર નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજીનું મંદિર છે. અંદાજે ૪૦૦ પગથીયા ચઢીને આ ડુંગર પર પહોંચી શકાય છે.

ક્યારે અને ક્યાં સમયે જઈ શકાય ?

ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ આમ તો આખું વર્ષ જઈ શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઇ સવારથી સાંજ સુધી જ આ જંગલમાં આવ જા કરી શકાય , જો કે તુલસી શ્યામમાં રાતવાસો કરવાની સગવડ છે આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ શકે છે પરંતુ જંગલ માં રસ્તાઓ પર સાંજ છ પછી રોકવાની સખ્ત મનાઈ છે . કારણકે સાંજ પછી અહી સિંહોની અવર જવર વધુ થતી હોય છે . જેથી તેમને ખલેલ ન પહુંચે એ માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની મનાઈ હોય છે.

Screenshot 8 2

તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્નક્ષેત્ર પણ અવરીતપણે ચાલુ હોય છે.સુંદર પ્રકૃતિને માણવા સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે જરૂર એક વખત મુલાકાત લેવી જોઈએ , ધાર્મિક સાથે પ્રકુતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયમાં કદાચ બીજે ક્યાય જોવા નહી  મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.