પહેલા ક્યારેય નહીં થઇ હોય આવી રીતે ચોરી, કરોડોની કિંમતની ચાંદી જાણો કેવી રીતે ચોરી

રાજસ્થાનના જયપુરથી એક એવી ચોરીની ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમે દંગ રહી જશો. આ ઘટના વૈશાલી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં શહેરના જાણીતા હેર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર સુનીત સોની ઘરે છે. ડોક્ટર સોનીએ તેના ઘરના બેસમેન્ટમાં ચાંદીથી ભરેલો બોક્સ રાખ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે ચોરોને આ વસ્તુ કેવી રીતે જાણ થઈ. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે ચોરે ચોરી કરવા માટે કોવા પ્રકારનું છટકું ગોઠવ્યું છે.

સૌ પ્રથમ, ચોરોએ ડોક્ટરના ઘરની બાજુમાં એક પ્લોટ 90 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ તેમાં કામ કરાવવાના બહાને 3 મહિનામાં 15 ફુટ ઊંડો અને 20 ફુટ લાંબી ટનલ બનાવવામાં આવી, જેથી તેઓ ડોક્ટરના ઘરના બેસમેન્ટ સુધી જઈને ચોરીની ઘટનાને અંજામ આપી શકે.

ડોક્ટર સોનીએ 3 મહિના પહેલા ચાંદીના બોક્સને તેના બેસમેન્ટમાં રાખ્યા હતા. થોડા દિવસો પહેલા, જ્યારે તે બેસમેન્ટમાં ગયો અને તપાસ કરી ત્યારે ડો.સોનીના હોશ ઉડી ગયા હતા. ચોરોએ કટરથી બોક્સ કાપીને તે લઈ ગયા, ત્યાં અન્ય બે પેટીઓ પણ ખાલીખમ હતી.

આ પછી, ચોરીની જાણ પોલીસને કરવામાં આવી હતી. જોકે ચાંદીના બોક્સમાં કેટલી ઝવેરાત હતા તે અંગે કોઈ માહિતી નહોતી, પણ ડો.સોનીએ પોલીસને કોઈ માહિતી આપી નથી. અને પોલીસ પણ સ્પષ્ટ રીતે કંઈ કહી રહી નથી. એસીપી રાયસિંહ બેનીવાલ કહે છે કે, આ ગેંગમાં બે કે તેથી વધુ લોકો જોડાય તેવી સંભાવના છે. ડોક્ટરના નજીકના લોકો જ તેમાં શામેલ થઈ શકે છે, કારણ કે તેઓ ઘરના બેસમેન્ટમાં ચાંદીના બોક્સ રાખ્યા છે તે સારી રીતે જાણતા હતાં.