Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Abtak Special»કાચબા ડાયનાસોરની સાથે 200 મિલિયન વર્ષો પહેલા પણ અસ્તિત્વમાં હતા !
Abtak Special

કાચબા ડાયનાસોરની સાથે 200 મિલિયન વર્ષો પહેલા પણ અસ્તિત્વમાં હતા !

By Abtak Media23/05/20236 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

કાચબાનું આયુષ્ય 300 વર્ષ જેટલું હોય શકે, વિશ્ર્વનો સૌથી મોટો કાચબો ‘આર્સેલોન’ પ્રજાતિનો હતો જેનું વજન બે હજાર કિલો હતું: પાણી અને જમીન પર તે જોવા મળે છે: આજના યુગમાં તેને ઘરમાં પાળવાનો ક્રેઝ વધુ જોવા મળે છે

2000માં તેના બચાવ માટે વૈશ્ર્વિક પહેલ દ્વારા તેનો દિવસ ઉજવવાનું નક્કી કરાયું હતું: તેની ઢાલ એક વિશિષ્ટ ભાગ હોય છે, અને તે 50 હાડકાથી બનેલું હોય છે: તેનો ગેરકાયદે વેપાર સૌથી વધુ થાય છે, જેમાં માંસ, કવચ અને ચામડીનો વેપાર થાય છે

વિશ્ર્વમાં તેની 300 પ્રજાતિ પૈકી 129 પ્રજાતિઓ અત્યારે જોખમમાં છે: તે ઠંડા લોહીવાળા પ્રાણી હોવાથી લાંબુ આયુષ્ય ભોગવે છે: વિશ્ર્વની જીવસૃષ્ટિમાં તે સૌથી લાંબુ જીવન જીવે છે: આ વર્ષની થીમ: ‘સારા ભવિષ્ય માટેની ખાતરી’ છે

20 કરોડ વર્ષ પહેલા પેદા થયેલા આ પ્રાણી 4 ઇંચથી લઇને 700 કિલોના પણ વિશ્ર્વમાં જોવા મળે છે. તેનું શરીર એક જ પેર્ટનનાં 60 હાડકાનું બનેલું છે. પૂર્વ અમેરિકાની નદીમાં શરીરે કદાવર અને તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબા વાળા કાચબા પણ જોવા મળે છે

પૃથ્વી ગ્રહ પર ડાયનાસોરની સાથે 200 મિલિયન વર્ષો પહેલા કાચબા જોવા મળેલ હતા. તેની 300થી વધુ પ્રજાતિઓમાંથી હાલ 129 જેટલી પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમ સાથે જીવી રહી છે. આ પ્રાચિન પ્રાણીના બચાવ માટે સૌપ્રથમ શરૂઆત અમેરિકામાં 2000ની સાલમાં થઇ જ્યારે અમેરિકન ટર્ટલ રેસ્કયુ દ્વારા તેની શરૂઆત થઇ હતી. કાચબાના આવાસ, સુરક્ષા સાથે તેનું અસલ પર્યાવરણ આપવા અને તેની લોકોમાં જાગૃત્તિ લાવવા કાચબા દિવસ આજે વિશ્ર્વભરમાં ઉજવાય છે. આ વર્ષની થીમ પણ ‘સારા ભવિષ્ય માટેની ખાત્રી’ આપવામાં આવી છે.

કાચબા ઠંડા લોહીવાળા શાણપણ અને ખંત સાથે જોડાયેલા છે. તે એવા સરિસૃપ છે જે વિશ્ર્વનાં ઘણા વાતાવરણમાં જોવા મળે છે. પાણી, દરિયા કે જમીનમા જોવા મળતા કાચબા જીવસૃષ્ટિમાં સૌથી લાંબુ આયુષ્ય ભોગવે છે. આ જીવ આપણી ઇકો સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પર્યાવરણીય સંતુલન જાળવી રાખે છે. 1990 થી કાર્યરત અમેરિકન સંસ્થાએ 4 હજારથી વધુ કાચબાને નવા આવાસો આપીને તેનું રક્ષણ કરેલ છે. ઇસપની દંત કથામાં પણ તેનો ઉલ્લેખ 1547માં જોવા મળે છે. તેઓ શોધી શકાય તેવા સૌથી જૂના જીવો પૈકી એક છે. મનુષ્ય સાથે આદીકાળથી કાચબા શાંતિપૂર્ણ રહે છે.

દુનિયામાં વિવિધ જીવસૃષ્ટિ માનવની સાથે વસવાટ કરી રહી છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ તથા બગડતા પ્રદૂષણો ઘણા જીવજંતુના આવાસો અને તેનું મૂળ પર્યાવરણ છીનવાતા ઘણી પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે. જેમાં કાચબાની અડધા ઉપરની પ્રજાતિઓ હાલ જોખમમાં છે.

કાચબો એક ઉભય જીવી પ્રાણી છે. તે પાણી અને જમીન બન્ને ઉપર રહેતું જીવ છે. તે ખારા અને મીઠા પાણીમાં રહી શકે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય 200 વર્ષ હોય છે. જીવસૃષ્ટિમાં સૌથી લાંબુ આયુષ્ય કાચબો ભોગવે છે. જો કે વિશ્ર્વમાં ઘણા કાચબાઓએ જીવન ત્રણ સદી પુરી કરેલ જોવા મળે છે. જૂનાગઢના સક્કરબાગમાં જ 300 વર્ષ જૂનો કાચબો છે. વિશ્ર્વમાં તેની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તેની પીઠ ખૂબ જ મજબૂત હોવાથી તલવાર યુધ્ધ વખતે તેનો ઢાલ તરીકે ઉપયોગ થતો હતો.

અમેરિકન કાચબા બચાવ સંસ્થા દ્વારા 23 મે ના રોજ વિશ્ર્વ કાચબા દિવસ તરીકે છેલ્લા 20 વર્ષથી ઉજવણી થાય છે. આ ઉજવણી પાછળ લોકોનું ધ્યાન દોરવા, તેના રક્ષણ અને વિકાસમાં પૃથ્વીવાસી મદદ કરે તેવો હેતું છે. કેટલાક કાચબા તો તેમનું જીવન દરિયામાં જ વિતાવે છે. ફક્ત ઇંડા મુકવા માટે જ જમીન કે સમુદ્રમાં રહેનારને ટર્ટલ કહે છે. બન્ને જાતો એકબીજાથી રંગ, રૂપ, કદ વિગેરેથી અલગ પડે છે.

પાણીના કાચબાના પગ થોડા ચપટા હોવાથી તેને પાણીમાં હલેસા તરીકે કામ આવે છે. પાણીના કાચબા 1 થી 2 ફૂટનાં હોય છે. કાચબાનાં વિવિધ પ્રકારોમાં જમીન ઉપર રહેનારા, મીઠા પાણી, ખારા પાણીના કાચબા આપણા દેશના તારક કાચબા, દરિયાઇ કાચબો, લીલો કાચબો અને લે ઘર બેક કાચબા જેવી પ્રજાતિમાં જોવા મળે છે. આજે તો સાવ નાનકડા કાચબા માછલીઘરમાં પણ જોવા મળે છે. તેમનો પ્રાકૃતિક ખોરાક છોડ-માછલી અને શેલફિશ છે. કાચબા માટે વનસ્પતિનો ખોરાક અતી મહત્વનો છે.

પ્રકૃત્તિના આ જીવો આફ્રિકા, મેક્સિકો અને અમેરિકામાં વધુ જોવા મળે છે. તેની 4 પેટા પ્રજાતિમાં સોનાર અને પીળી બંધ કાચબા જાણીતા છે. શિયાળાના ચાર મહિના તે તેની શરીર પ્રવૃત્તિ ધીમી કરી નાંખે છે. જન્મ બાદ પહેલા બે વર્ષ સઘન વૃધ્ધીનો સમયગાળો છે. તે ખૂબ જ શાંત પ્રાણી છે, અવાજો કરતું નથી. જંગલ કે ઘાસવાળા વિસ્તારોમાં ધૂળિયા કાચબા હોય છે. એક માન્યતા મુજબ તેને ઘરમાં રાખીએ તો આપણું નશીબ સુધરે તેવી અંધશ્રધ્ધા છે. ખરેખર તો આપણે કાચબાનું નશીબ બગાડીએ છીએ.

ધાર્મિક માન્યતા મુજબ કાચબો ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ મનાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કાચબો રાખવો શુભ ગણાય છે. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને મંટ્રાચલ પર્વતને પોતાના વશમાં કર્યો હતો. જેથી એવું કહેવાય કે કાચબો જ્યા હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય પણ આ એક અંધશ્રધ્ધા છે. ચિની જ્યોતિષમાં તેને બહું જ મહત્વ અપાયું છે, ફેંગશુઇમાં તેના વિવિધ લાભો બતાવાયા છે. તેથી ઘણા લોકો ઘરમાં ક્રિસ્ટલ કાચબો રાખે છે.

પૃથ્વી પર સૌથી વધુ આયુષ્ય ભોગવતા અજાયબ જીવ કાચબો છે. તે 20 કરોડ વર્ષ પહેલા પેદા થયેલ પ્રાણી છે. તે ગભરૂ અને ડરપોક હોવાથી તેના પર સંકટ આવે એટલે તરત જ પોતાની ડોક અંદર લઇ લે છે. જળચર અને સ્થળચર કાચબા બન્ને વનસ્પતિ આહારી છે. ઉપર સખ્ત કવચ પણ અંદરનું શરીર મૃદુ હોય છે. અમેરીકાના દક્ષિણ-પૂર્વ વિસ્તારની નદીઓમાં એલીગેટર સ્નેપીંગ ટર્ટલની એક વિચિત્ર જાત જોવા મળે છે. તે શરીરે કદાવર અને તીક્ષ્ણ દાંત ધરાવતા હોવાથી તેને એલીગેટર કહેવાય છે.

પૃથ્વી પર 4 ઇંચના બોગ ટર્ટલથી લઇને 700 કિલો વજન ધરાવતા લેધરી ટર્ટલ જોવા મળે છે. તેનું શરીર એક જ પેર્ટનનાં 60 હાડકાનું બનેલું હોય છે. જોખમ સમયે પગ અને મોઢું કવચમાં અંદર સંકોરી લે છે. પાણીના કાચબા કિનારાનાં ખડકની બખોલમાં રહે છે. તે નાક વડે નહીં પણ મોં પહોળું કરી ગળા વડે ગંધને પારખે છે.

દરિયાઇ કે જમીની કાચબાની વિવિધ પ્રજાતિઓ વિશ્ર્વમાં છે ત્યારે ‘આર્સેલોન’ નામક કાચબા પ્રજાતિ લુપ્ત થઇ ગઇ છે. વિશ્ર્વનો સૌથી મોટો કાચબો આ પ્રજાતિનો હતો જેનું વજન બે હજાર કિલોનું હતું. તેની લંબાઇ 6 ફૂટ હતી. કાચબો લાંબુ જીવતું જીવ છે. અગાઉ પ્રાચીનકાળમાં રાજા-રજવાડાના યુધ્ધમાં તેની ઢાલ બનાવાતી જે ખૂબ જ સખ્ત હોવાથી સ્વબચાવમાં ખૂબ જ કામ આવતી હોવાથી તેનો ઉપયોગ થતો હતો. આજના દિવસે તેનો ઇતિહાસ તેની સમજ વિગેરે વાતો તમારા સંતાનોને કહીને તેઓને શિક્ષીત કરજો.

કાચબાની પ્રજાતિ વિશ્ર્વમાં સૌથી જૂની પ્રજાતિઓ પૈકી એક છે. જે 200 મિલિયન વર્ષ જૂની છે. આપણી જૂની પ્રજાતિઓ ચકલીઓ, સાપ, ગરોડી પહેલા ધરતી ઉપર અસ્તિત્વ ધરાવે છે. દર વર્ષે અપાતી થીમમાં આ વર્ષે “દરેકને પ્રેમ કરો, અને કાચબાને બચાવો” છે. કાચબો પૃથ્વીના પર્યાવરણીય રચનામાં મહત્વની કડી છે. આ સરીસૃપ વિશ્ર્વભરમાં વિવિધ વસવાટોની શ્રેણીમાં જાણિતા છે. આમ તો કાચબો જંગલ કે દરિયા, સરોવરમાં રહેતું પ્રાણી છે પણ આજે લોકો તેને પોતાના ઘરોમાં પાળવા લાગ્યા છે. કાચબો 300 વર્ષ સુધી જીવી શકે છે.

ઘરે લાવો કાચબો, મળશે ખુબ લાભ !!

ચીની ફેંગશુઇ અને ધાર્મિક માન્યતા અનુસાર ઘર અથવા આપણા કાર્યસ્થળ પર કાચબો રાખવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. તેવી માન્યતાઓ છે. ફેંગસુઇ વિજ્ઞાન અનુસાર કાચબો રાખવાથી તેની જેમ ઘરના લોકોનું આયુષ્ય લાંબુ બને છે તેવી પણ લોકવાયકા છે. પૌરાણિક ગ્રંથોમાં પણ કાચબાનો ઉલ્લેખ જોવા મળે છે. હિન્દુ ધર્મ અનુસાર કાચબો શુભ અને સમૃધ્ધીનું પ્રતિક મનાય છે. ભગવાન વિષ્ણુએ સ્વયં કાચબાનો અવતાર ધારણ કરેલો જેને કૂર્મ અવતાર પણ કહેવાય છે.

abtakspecia Animals gujarat gujaratnews Tortoise Wildlife
Share. Facebook Twitter WhatsApp
Previous ArticleWhatsappનું નવું ફીચર : મોકલાઈ ગયેલા મેસેજ 15 મિનિટ સુધી ‘એડિટ’ થઇ શકશે!!
Next Article કોંગ્રેસ દ્વારા સતત 18માં વર્ષ કારકીર્દીના ઉંબરે ધોરણ-1ર પછી શું ? પુસ્તકનું વિમોચન
Abtak Media

    Related Posts

    આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

    03/10/2023

    હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

    03/10/2023

    કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

    03/10/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts

    આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

    03/10/2023

    હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

    03/10/2023

    કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

    03/10/2023

    એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

    03/10/2023

    પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

    03/10/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks

    આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

    હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

    કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.