Abtak Media Google News

કાળી બિલાડી વિશે ઘણી ચિત્ર-વિચિત્ર વાતો પ્રચલીત છે: પૃથ્વી પર 10 લાખથી વધુ પ્રાણીઓ વસવાટ કરે છે તેમાં સૌથી  વધારે વિકરાળ  અને ક્રુર  પ્રાણી તરીકે  બીગ કેપ્સનું જુથ મોખરે છે

ઊંદરના નિયંત્રણ માટે  શ્રેષ્ઠ કાર્ય કરતી બિલાડી પાળવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે: આજે વિદેશી બિલાડી પાળવાનો જબ્બર ક્રેઝ છે:  તે આરામપ્રીય પ્રાણી છે

આપણી આસપાસ  વસતા પશુ પંખીનેપ્રાણીઓ સાથે આપણ વર્ષોથી જોડાયેલા છીએ. આંગણાના ઘણા પક્ષીઓ  ધીમેધીમે  લુપ્ત  થવા જઈ રહ્યા છે.સ્ટ્રીટ ડોગ આજે બહુ ઓછા જોવા મળે છે. એક જમાનામાં ગાય-ભેંસ-બકરી, ભૂંડ સાથે કબુતર-કાગડો-ચકલી, પોપટ,કાબર જેવા વિવિધ  પશુ પંખીઓ આપણાં આંગણામાં  રમતાં જોવા મળતા હતા.  બદલાતા યુગને પર્યાવરણ સાથે તેઓ આપણાથી દૂર  થતા ગયા છે. આજે પણ બહારના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો કે ખુલ્લા વિસ્તારો કે બાગ બગીચા તેની સંખ્યા વિશેષ જોવા મળે છે.

‘મેં એક બિલાડી પાળી છે’ આ બાળગીતની બિલાડી વિશે ઘણી રોચક વાતો સાથે લોક વાયકા અને અંધ શ્રધ્ધા જોડાયેલી છે. તે નાનું અને સુંદર પ્રાણી છે તે દેખશવમાં વાઘ જેવી દેકાતી હોવાથી આપણે તેને ‘વાઘની માસી’ પણ કહીએ છીએ. તે ખૂબજ બુધ્ધિશાળી અને માનવીનાં હાવ-ભાવ ઝડપથી સમજી જાય છે. ભૂરારંગની આંખો અંધારામાં ખૂબજ ચમકે છે, સાથે તે અંધારામાં સારી રીતે જોઈ શકે છે.

તેના અણીદાર નખ શિકારને પકડવા સાથે ઉપર ચડવામાં મદદરૂપ થાય છે.  બિલાડીને 30 દાંત હોય તો  તેના બચ્ચાને 26 દાંત હોય છે. તે ભોજ્નમાં ઉંદર, દુધ,માછલી, રોટલી, માંસ વિગેરે  ખાય છે.4 થી7 બચ્ચાને જન્મ આપતી બિલાડી શિકાર કરવા ધીમી ચાલે દબાતા  પગલે ચાલે છે.  જાપાનમાં તેને  શુભ માનવામાં આવે છે.સાથે અમેરિકામાં સૌથી લોકપ્રિય પશુ બિલાડી છે.

બિલાડીની સુંઘવાની શકિત તીવ્ર હોવાથી દૂરથી શિકારને સુંધી લે છે  તેનું શરીર ખૂબજ લચીલુ હોવાથી છલાંગ લગાવવામાં તેની મહારથ છે. બિલાડીમાં પણ આપણી જેમ ડાબોડીકે જમોડી હોય છે. તે એક હજાર પ્રકારનાં  વિવિધ અવાજો કાઢી શકે છે. દર વર્ષે   લોકો પાલતું  બિલાડી માટે સાડાત્રણ અબજ તો ખર્ચ કરે છે. બિલાડીને તમે કયારેય ગંદી-સાફ-સફાઈ વગર કે કાદવ કીચડથી ભરેલી  નહી જોઈ હોય કારણ કે  તે પોતાની સ્વચ્છતા બાબતે વિશેષ  જાગૃત છે. તેના બે પ્રકારમાં એક જંગલીને બીજી પાલતું હોય છે.

આજે તો તેના વિવિધ ફૂડ-વસ્ત્રો-ટોયસ જેવા વિવિધ  સાધનો સવલતો ઉપલબ્ધ છે. ત્યારે તેને  તૈયાર કરવા માટે બ્યુટી બાર્લરો  પણ ખુલ્લી ગયા છે.કેટ હોસ્ટેલ પણ આજે મોટા શહેરોમાં જોવા મળે છે.

હાલમાં જોવા મળતી  સામાન્ય બિલાડીના ઈતિહાસ કે ઉદભવ એક કરોડ વર્ષ જૂનો માનવામાં આવે છે. ધીમેધીમે   તેના વિકાસમાં નોંધપાત્ર ફેરફારો થતાં જોવા મળતા જંગલી બિલાડીને પાલતું બનાવવાની  સૌ પ્રથમ શરૂઆત  ઈજિપ્તમાં થઈ હતી. સસ્તન વર્ગમાં આવતી બિલાડી ફેલિડે  કુળનું પ્રાણી છે. બિલાડીની વિવિધ જાતો ઘર બિલાડી, વાઘ, સિંહ, ચિત્તો, દીપડો વિગેરેનો સમાવેશ થાય છે. આશરે ચાર કરોડ વર્ષ પહેલાના જીવશ્મોના આધારે તે સમયે પણ ‘ડિનિકિટસ’ નામની પ્રાચિન  બિલાડીનું અસ્તિત્વ જોવા મળ્યું હતુ.

આ બિલાડીના ઘણા લક્ષણો આજની બિલાડીને  મળતા જોવા મળ્યા હતા.ભારતીય ઘર બિલાડીનો ઉદભવ રણ બિલાડીમાંથી થયો છે. વિશ્ર્વના  લગભગ તમામ દેશોમાં પાલતું જાનવર તરીકે ઘર બિલાડી ને રખાય છે.બિલાડીનું   સરેરાશ વજન 3 થી 4 કિલો હોય છે. જેમાં માદાનું  વજન નર કરતાં ઓછુ જોવા મળે છે. તેની એવરેજ લંબાઈ 50 થી 60 સે.મી. અને ઉંચાઈ 20 સે.મી.હોય છે. બિલાડીના અંગો મજબૂત હોય છે, તેનો દેખાવ રૂઆબદાર અને  શરીર સશકત જોવા મળે છે. તેના નહોર તીક્ષણ અને બહાર કાઢી શકાય તેવા હોવા ઉપરાંત તેની આંખો અંધારામાં ચમકતી જોવા મળે છે.

આ પ્રાણીના દાંત અને નહોર આક્રમક અંગો તરીકે વિકસેલા હોય છે. તે રાક્ષસી દાતં વહે શિકારને પકડીને  કરવત જેવી દાઢની મદદથી શિકારના ટુકડા કરી શકે છે. તેનું સરેરાશ આયુષ્ય 14 વર્ષ જેવું હોય છે. જોકે ઘણી વખત 20 વર્ષ પણ જીવી શકે છે. બિલાડી સ્વતંત્ર મિજાજ ધરાવતુંપ્રાણી છે, છતાં તે  માણસ સાથે ઝડપથી હળી મળી જાય છે. આ પ્રાણીમાં  દર્શનેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય શકિત અતી  સંવેદનશીલ હોવાથી તેને શિકાર કરવામાં સુગમતા રહે છે.  તેના મુખપર આવેલી મુછનો ઉપયોગ અંધારામાં રસ્તો શોધવામાં કરે છે.

બિલડીને  તમે કયારે ગંદી, સાફ, સફાઈ વગરની, કાદવ કીચડથી  ભરેલી જોઈ છે.  તો બધાનો જવાબ ‘ના’  હશે કારણ કે તે પોતાની સફાઈ પ્રત્યે ખૂબજ જાગૃત હોય છે. તેના જીભમાં  અણીદાર ખીપાને કારણે તે શરીર ચોખ્ખુ રાખી શકે છે,તેલાળથી પણ શરીર ચોખ્ખુ રાખે છષ.અમેરિકા દેશમાં સૌથી વધુ બિલાડી પાળવામાંઆવે છે. તે ખૂબજ આળસું  પ્રકૃતિની  હોય છે. અને લગભ 14 કલાક ઉંઘતી રહે છે. બિલાડીની  અમુક પ્રજાતિમાં  બદામી રંગની આંખ વાઘ જેવી મોટી અને ખુંખાર  જોવા મળે છે.

બિલાડીની મુછોની અગત્યતા

બિલાડીની મૂછો ચામડીની  પેશીઓ સાથે જોડાયેલી હોય છે.  જે ખૂબજ સંવેદનશીલ નાની-નાની  નસો સાથે જોડાયેલી હોય છે. આ નસો હવામા થતાં  નજીવા ફેરફાર પણ પારખી શકે છે. આજ કારણે   મુછો તેમને અંધારામાં બહુ કામ આવે છે.

ગુજરાતમાં પણ હવે બિલાડી પાળવાનો ક્રેઝ વધ્યો છે!

ગુજરાતમાં ડોગ-ફિસ-બર્ડની સાથે હવે  પેટ લવરોમાં બિલાડી પાળવાનો શોખ વધ્યો છે. બરોડામાં કેટ શો યોજાયો હતો. આજે તો બોમ્બે કેટ કે પર્શિયન કેટ એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. અન્ય પ્રાણી કરતાં બિલાડી પાળવામાં સહેલી હોવાથી લોકો વધુ પાળવા લાગ્યા છે. આજકાલ યુવા વર્ગમાં તેનું રાખવાનું ચલણ વધ્યું છે.

બિલાડી શરીરને કેમ ચાટતી રહે છે?

તે પોતાનું શરીર ચાટતી રહેતી હોય છે. દિવસ દરમ્યાન 10 કલાક જાગે છે.જેનો ચોથો ભાગતો શરીર ચાટવામાં પસાર કરે છે.આમ કરવાથી તેના શરીર ઉપરનાં ચાંચડ જેવા પરજીવી અને ધૂળના રજકણો રહેતા નથી. બિલાડીની લાળમાં  એન્ટિબાયોટીક તત્વ હોવાથી શરીરપર થયેલી ઈજાના ઘા જલ્દી ભરાય જાય છે. તેની જીભમાં સફાઈનું રાજ છુપાયેલું છે. તેની જીભમાં અણીદાર ખીપા જ તેને સ્વચ્છ  રાખવામાં મદદ કરે છે. તે પોતાની  લાળથી પોતાના શરીરને  સ્વચ્છ રાખે છે. તેની સતત શરીર ચાટવાને કારણે તેના વાળની શ્રેષ્ઠ સ્વચ્છતા તે કરે છે,આમ કરવાથી તેના શરીરનું તાપમાન ખૂબજ ઓછુ રહે છે.

અમેરિકામાં સૌથી વધુ પાળવામા આવે છે

વિશ્ર્વભરમાં હાલ લગભગ બધા દેશોમાં લોકો બિલાડી પાળે છે.પણ અમેરિકા દેશના નાગરીકોમાં સૌથી વધુ બિલાડી  પાળવાનો શોખ છે. મોટાભાગે બિલાડી કાળી-બદામી સફેદ કે ઘણીવાર ગ્રે અને વ્હાઈટ પણ જોવા મળે છે. તેની બદામી રંગની આંખો વાઘ જેવી  મોટી ખુંખાર  હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.