Abtak Media Google News

ઈઝરાયલમાં 36માં વડાપ્રધાન તરીકે નફતાલી બેનેટના શપથથી સ્થાનિક રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. 12 વર્ષ સુધી સતત શાસન ભોગવનાર 71 વર્ષીય નેતન્યાહુના શાસનની જગ્યાએ આતંકવાદ વિરોધી ખુન્નસ અને જબરા રાજદ્વારી અનુભવ ધરાવતા નફતાલી બેનેટના શપથથી ઈઝરાયલમાં એક નવો યુગ શરૂ થશે.12 વર્ષના શાસનના એકહથ્થુ યુગમાંથી કંટાળી દેશ જાણે બહાર આવ્યો હોય તેમ ઉદ્યોગપતિમાંથી રાજકારણી અને ઘણા લાંબા સમય સુધી નેતન્યાહુ સરકારમાં વિદેશ ખાતા સાથે ધનિષ્ઠ રીતે જોડાયેલા નવા વડાપ્રધાનની નિમણૂંકને પૂર્વ વડાપ્રધાનના વિરોધી આવકારી રહ્યાં છે. જો કે, સત્તાનું પરિવર્તન આવશે પણ ઈઝરાયલની વિદેશ અને આંતરિક નીતિમાં કોઈ બદલાવ નહીં આવે.

આતંકવાદના પ્રખર વિરોધી વૈશ્વિક આતંકવાદ મુદ્દે ‘નફતાલી બેનેટ’ ભારતના ટેકેદાર અને ઈરાન મુદ્દે વધુ આક્રમક બની શકે

83493202

નવા વડાપ્રધાન આતંકવાદ વિરોધી માનસીકતા અને મુળ અમેરિકન પરિવારની વૈશ્ર્વિક દ્રષ્ટિકોણના અભિગમને લઈને ભારત જેવા વૈશ્ર્વિક આતંકવાદ વિરોધી દેશો સાથે વધુ ધનિષ્ટતાથી જોડાઈ શકે છે અને ઈરાન સામે ઈઝરાયલને વધુ આક્રમક બનાવે તેવી ભવિષ્યવાણી થઈ શકે છે. ઈઝરાયલની વિદેશ નીતિ હંમેશા અફર રહે છે.

સત્તાના સુકાનો ગમે તે વિચારધારા-નેતાગીરી અને પક્ષના હાથમાં રહે પણ તેની મુળભૂત વિદેશ, ગૃહ અને શત્રુઓ સામેની આક્રમક કાર્યવાહીમાં કોઈ પડતું નથી. ઈઝરાયલ સામે ઈરાન પર નિયંત્રણ કસોકસ રાખવું, પેલેસ્ટાઈનીઓને કાબુમાં રાખવા અને વૈશ્ર્વિક સંબંધો જાળવી રાખવાની ત્રિવિધ ફરજ બજાવવાનું ફરજિયાત છે ત્યારે જમણેરી પાંખના અને એકથી વધુ પક્ષને સાથે રાખી ચાલનારા નવા વડાપ્રધાન નફતાલી બેનેટ કેવા ફળશે તેના પર વિશ્ર્વની મીટ મંડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.