Abtak Media Google News

શું ભારતમાં બે દિવસ પછી વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ બંધ થઈ જશે….?? આ સાંભળીને ઘણાં યૂઝર્સને ધક્કો પણ લાગી શકે પરંતુ આમ થઈ પણ શકે છે. કારણ કે થોડાં સમય પહેલાં કેન્દ્ર સરકારે સોશ્યલ મીડિયા, ડિજિટલ ન્યુઝ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે જે નવા નિયમો ઘડી કાઢ્યા હતા તેની  અમલવારી ગુરુવારથી શરૂ થઈ રહી છે.

પરંતુ હજુ સુધી ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપએ આ નવા નિયમોની અમલવારી પર કંઈ  પગલાં ભર્યા નથી. આ પરથી લાગે કે આ સોશયલ મીડિયા જયન્ટસ કંપનીઓ બિન્દાસ છે કે બેવકૂફ ?? અંતની ઘડીએ નિયમો પર એક્શન લઈ લઈશું એમ માની બિન્દાસ થઈ બેઠી છે કે પછી સરકાર દ્વારા અપાયેલા નિર્દેશને હળવાશમાં લઈ બેવકૂફી કરી રહી છે ??

ઉલ્લેખનીય છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયએ જે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના યૂઝર્સ 50 લાખથી વધુ જે તેઓ માટે બે મહિના અગાઉ નવા નીતિ નિયમો જારી કર્યા હતા. જેમાં તેમને નિવાસી ફરિયાદ અધિકારી, મુખ્ય પાલન અધિકારી અને નોડલ અધિકારીની ફરજીયાત નિમણૂક કરવાની ઉપરાંત ગેરકાયદે કે અભદ્ર ટિપ્પણીઓ 24 કલાકમાં જ હટાવી દેવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.

પરંતુ આ નવા નિયમોની અમલવારી માટે સરકારે કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. આ સમય મર્યાદા પૂર્ણ થવાને આરે આવતા છતાં ટ્વીટર, ફેસબુક અને વોટ્સએપ દ્વારા હજુ સુધી આ માટે કોઇ એક્શન લેવામાં આવ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.