- 1 કરોડ 81 લાખની સાયબર છેતરપિંડી કરનાર બે આરોપી પોલીસ સકંજામાં
- એક્સ આર્મીમેન પાસેથી શેરબજારમાં રોકાવ્યા હતા પૈસા
- સાયબર ક્રાઈમે બંને આરોપીઓને ગીર સોમનાથ જીલ્લામાંથી ઝડપ્યા
જામનગરમાં રૂપિયા 1 કરોડ 81 લાખની છેતરપિંડી કરનાર બે આરોપીઓને સાઇબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ એક્સ આર્મીમેન પાસેથી COUSEWAY નામની એપ્લિકેશન મારફતે શેરબજારમાં પૈસા રોકવાની લાલચ આપીને આરોપીઓએ ઓનલાઇન ફ્રોડ આચર્યું હતું. એક્સ આર્મીમેને પોતાનું ઘર તેના પત્નીના દાગીના વહેંચીને રોકાણ કર્યું હતું. જે બંને આરોપીઓ 24 વર્ષીય કિશોર જોગદિયા અને 23 વર્ષીય ઘનશ્યામ પરમારની ગીર સોમનાથ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ ફ્રોડમાં 16 થી વધુ આરોપીઓ સામેલ હોવાની આશંકા છે.
અનુસાર માહિતી મુજબ, જામનગરમાં સાઇબર ક્રાઈમ પોલીસે રૂપિયા 1 કરોડ 81 લાખની છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપ્યા હતા. એક્સ આર્મીમેન પાસેથી શેરબજારમાં પૈસા રોકવાની લાલચ આપી અને ઓનલાઇન ફ્રોડ કર્યું હતું. આ ઉપરાંત એક્સ આર્મીમેને પોતાનું ઘર તેના પત્નીના દાગીના વહેંચી રોકાણ કર્યું હતું.
COUSEWAY નામની એપ્લિકેશન મારફતે શેર બજારમાં વધુ નફો મળશે તેવી આરોપીઓએ લાલચ આપી હતી. તેમજ ગીર સોમનાથ જિલ્લામાંથી બંને આરોપીઓને ઝડપ્યા હતા. તેમજ 24 વર્ષીય કિશોર જોગદિયા અને 23 વર્ષીય ઘનશ્યામ પરમાર નામના બંને શખ્સોને પોલીસે ઝડપ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ઝડપાયેલા બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન 16થી વધુ આરોપીઓ ફ્રોડમાં સામેલ હોવાની પોલીસને આશંકા છે.
અહેવાલ : સાગર સંઘાણી