- દુ*ષ્ક*ર્મ કેસમાં ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી સહિત બે આરોપીની ધરપકડ
- આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંઘે યુવતી સાથે દુ*ષ્ક*ર્મ આચર્યું હોવાનો આક્ષેપ
- આરોપીઓ સામે IPC સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
સુરત શહેરમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ સામે દુ*ષ્ક*ર્મનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ બંને સામે એક યુવતી સાથે દુ*ષ્ક*ર્મ આચરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેના આધારે સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સુરતમાં ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંઘ સામે દુ*ષ્ક*ર્મનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. બંને સામે એક યુવતી સાથે દુ*ષ્ક*ર્મ આચરવાનો ગુનો નોંધાયો છે, જેના આધારે સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પીડિત યુવતીનાં જણાવ્યા અનુસાર આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંઘે સાથે મળીને દુ*ષ્ક*ર્મ આચર્યું હતું. ઘટના સંબંધિત વિગતો પીડિતના નિવેદનના આધારે પોલીસને મળી છે અને તેનું તબીબી પરીક્ષણ પણ કરાયું છે. આદિત્ય ઉપાધ્યાય ભાજપના સ્થાનિક સ્તરના મહામંત્રી તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું હતું.આ ઘટનાને પગલે ભાજપ દ્વારા આદિત્ય ઉપાધ્યાયને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ સામે IPCની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે.
સુરતના જહાંગીરપુરાથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહે સાથે મળીને એક 23 વર્ષીય યુવતી પર વારાફરતી દુ*ષ્ક*ર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના બની છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર યુવતીને માદક પદાર્થ પીવડાવીને ભાજપનો મહામંત્રી આદિત્ય હોટેલમાં લઈ ગયો હતો જ્યાં તેનો મિત્રો ગૌરવ પહેલાથી હાજર હતો. આ દરમિયાન બંનેએ સાથે મળીને આ કુકર્મને અંજામ આપ્યો હતો.
ઘટનાનું વર્ણન:
પ્રાથમિક માહિતી અનુસાર , પીડિત યુવતીનું કહેવું છે કે આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહે સાથે મળીને દંભપૂર્વક અને બળજબરીથી દુ*ષ્ક*ર્મ આચર્યું હતું. આ ઉપરાંત સમગ્ર ઘટના સંબંધિત વિગતો પીડિતના નિવેદનના આધારે પોલીસને મળી છે, અને તેનું તબીબી પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.
પોલીસની કાર્યવાહી:
સુરત પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને ગંભીર આરોપોની શોધખોળ શરૂ કરતા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ સામે IPCની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
રાજકીય અસર:
આદિત્ય ઉપાધ્યાય ભાજપના સ્થાનિક સ્તરના મહામંત્રી તરીકે કાર્યરત હતા, જે સમાજમાં એક ઓળખ ધરાવતા હતા. આ ઉપરાંત તેમની ધરપકડ બાદ રાજકીય પડઘા પણ પડવાનું ધારણ છે. તેમજ પાર્ટી તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મહત્વની વાત એ છે કે કોઇપણ વ્યક્તિ, તેની ઓળખ કે પદ ભલે જેવુ હોય, કાયદાથી ઉપર નથી.
સમાજમાં ચિંતાનો માહોલ:
આ ઘટના સામે યુવતીઓની સુરક્ષા અંગે ફરીવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઉપરાંત સ્થાનિક જનતામાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આરોપીઓને કડકથી કડક સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય