Abtak Media Google News

ડમી સીમકાર્ડના આધારે જુદા જુદા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા તા: જૂનાગઢ સાયબર પોલીસે  બે પશ્ર્ચિમ બંગાળના શખ્સને દબોચી લીધા

 

અબતક,દર્શન જોશી,જૂનાગઢ

જુનાગઢની માર્સ બેરીંગ્ઝ કંપની સાથે મોટી રકમનુ ફ્રોડ કરનાર ગેંગના બે આરોપીઓને ગણતરીના દિવસોમાં જ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે પશ્ર્વિમ બંગાળ ખાતેથી દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢના રોયલ એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી ખાતે રહેેતા હિતેષભાઇ મનસુખલાલ સોલંકી (ઉ.વ.54) એ પોતાની જુનાગઢના દોલતપરા જી.આઇ.ડી.સી.-2 માં માર્સ બેરીંગ્ઝ કુ.પા.લી. ના નામની કંપની આવેલ હોય અને તેઓની કંપનીનુ એચ.ડી.એફ.સી. બેન્કમાં કરંટ એકાઉન્ટ આવેલ હોય, કોઇ અજાણ્યા ઇસમોએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીની માર્સ બેરીંગ્ઝ કુ.પ્રા.લી.ના એચ.ડી.એફ.સી. બેન્કના કરંટ એકાઉન્ટના નેટ બેન્કીંગના આઇ.ડી. પાસવર્ડ કોઇ પણ રીતે મેળવી લઇ, બેન્ક એકાઉન્ટમાં પડેલ મોટી રકમ ફરીયાદી સાથે છેતરપીંડી કરી મેળવી લેવા સારૂ સદરહુ બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ ફરીયાદીના મો.નં. 9825099978 વાળુ જીઓ કંપનીનુ સીમકાર્ડ મેળવવા ફરીયાદીનુ ખોટુ બનાવટી આધારકાર્ડ બનાવી તે આધારકાર્ડનો જીઓ સ્ટોરમાં ખરા તરીકે ઉપયોગ કરી, જીઓ સ્ટોરમાંથી તે જ મોબાઇલ નંબર વાળુ નવુ સીમકાર્ડ મેળવવા સારૂ પોતાની ખોટી ઓળખ આપી બે વખત ફરીયાદીના ઉપરોક્ત મોબાઇલ નંબર વાળુ નવુ સીમકાર્ડ મેળવી લઇ તે સીમકાર્ડ તથા ફરીયાદીના બેન્ક એકાઉન્ટના નેટ બેન્કીંગનો ઉપયોગ કરી, ફરીયાદીની કંપનીના ઉપરોક્ત બેન્ક એકાઉન્ટમાંથી કુલ-8 ટ્રાન્જેકશનો મારફતે કુલ રૂ.49,00,000 આર.ટી.જી.એસ. મારફતે અલગ અલગ કુલ-3 ઈંઈઈંઈઈં બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી બાદ તે એકાઉન્ટોમાંથી બીજા અલગ અલગ 12 એકાઉન્ટોમાં કટકે કટકે ટ્રાન્સફર કરી લઇ અઝખ મારફતે તથા જઊકઋ વિડ્રોવ્લ મારફતે ઉપાડી લીધેલ તેમજ જીઓ કંપનીના જવાબદાર અધિકારી, કર્મચારીએ પોતાની પાસે રહેલ અગાઉના જુના ડેટા સાથે તેની આગળ રજુ થયેલ નવા ડેટાની સરખામણી કર્યા વગર બનાવટી આધારકાર્ડ ઉપરથી બે વખત સીમકાર્ડ એક્ટીવ કરી આપી, અજાણ્યા ઇસમોએ એકબીજાના મિલાપીપણાથી ફરીયાદી સાથે મોટી રકમની ઓનલાઇન નાણાકીય છેતરપીંડી કરી ગુન્હો કર્યો હોવાની જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનને અરજી કરી હતી.

આ અરજી અનુસંધાને સાયરબર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઇ.પી.સી. તથા આઇ.ટી.એક્ટ મુજબનો ગુન્હો નોંધી, જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપ સિંહ પવારની સુચના મુજબ ગુન્હાની તપાસ રીડર પો.ઇન્સ.  કે.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ સ્ટેશનના ઇન્ચા. પો.ઇન્સ.  એસ.એન.ગોહીલ એ ગુન્હામાં સંડાવાયેલ આરોપીની તપાસ હાથ ધરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ બેન્ક એકાઉન્ટ તથા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ વિગેરેની માહિતી મેળવી તેનુ  ઉડાંણ પૂર્વકનુ એનાલીસીશ કરી, ગુન્હામાં સંડોવાયેલ આરોપી પશ્ર્વિમ બંગાળ ખાતે હોવાનુ જણાય આવતા ઇન્ચા.પો.ઇન્સ. એસ.એન. ગોહીલ તથા પો.સ.ઇ. પી.જે. રામાણી તથા વા.પો.સ.ઇ. એન.એ.જોષી તથા પોલીસ સ્ટાફ ની ટીમો બનાવી તાત્કાલીક પશ્ર્વિમ બંગાળ ખાતે તપાસમાં જવા રવાના કરેલ હતી.

જે ટીમ દ્રારા પશ્ર્વિમ બંગાળ રાજ્ય ખાતે તપાસ કરતા આ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ બેન્ક એકાઉન્ટો પૈકી બેન્ક ઓફ બરોડાના બેન્કના એકાઉન્ટ ધારક શુકલાલ તલુકદાર તથા બંધન બેન્ક તથા પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટ ધારક બાસુદેબ બચ્ચરને ગત તા. 16/12/2021 ના રોજ બંગાળ ખાતેથી દબોચી લેવામાં આવ્યા હતા.

આરોપીઓને જૂનાગઢ ખાતે લાવી પ્રાથમિક પૂછપરછ કરતા આ કામના આરોપીઓ અગાઉથી પુર્વ આયોજીત કાવતરૂ રચી કોઇ મોટી પેઢી તથા કંપનીને ટાર્ગટ કરી તે પેઢી તથા કંપનીના બેન્ક એકાઉન્ટની વિગતો કોઇ પણ રીતે મેળવી લઇ, તે બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર કરવામાં આવેલ મોબાઇલ નંબરનુ સીમકાર્ડ બનાવટી ડોક્યુમેન્ટ આધારે મેળવી લઇ, બેન્ક એકાઉન્ટના નેટ બેન્કીંગના યુઝર પાસવર્ડ કોઇ પણ રીતે મેળવી લઇ, તે બેન્ક એકાઉન્ટમાંથી મોટી રકમના આર.ટી.જી.એસ.થી ટ્રાન્જેકશનો કરી લઇ ટ્રાન્સફર કરેલ રૂપીયા અલગ અલગ અન્ય બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી લઇ, ઉપાડી લેવાની એમ.ઓ. ધરાવે છે. તેમજ આ કામે પકડાયેલ આરોપીઓ પોતાના બેન્ક એકાઉન્ટો અન્ય સહ આરોપીને ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આપતા અને તેના બેન્ક એકાઉન્ટમાં જે રૂપીયા જમા થાય તેમાથી એક લાખના બે હજાર રૂપીયા લેખે કમીશન લેતા હતા. તેમજ આ કામે વધુ રકમ ઉપાડવાની થાય તો પોતે જ ચેક મારફતે સેલ્ફ વિડ્રોલ કરી સહ આરોપીઓને રૂપીયા આપતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

જૂનાગઢની મોટા રકમના ફ્રોડનો ગુન્હો ગણતરીના દિવસોમાં જ ડીટેક્ટ કરવામાં રીડર પોલીસ ઇન્સ. કે.કે.ઝાલા, ઇન્ચા.પો.ઇન્સ. એસ.એન.ગોહીલ, વા.પો.ઇન્સ. કે.કે. હાંસલીયા તથા પો.સ.ઇ. પી.જે.રામાણી, પો.સ.ઇ. એચ.એન.ચુડાસમા, વા.પો.સ.ઇ. એન.એ.જોષી, વી.એમ.જોટાણીયા, તથા પો.હેડ કોન્સ. જે.પી. મેતા, રોહીતસિંહ વાળા, દિપકભાઇ લાડવા, વિકાસભાઇ ડોડીયા, કિરણભાઇ કરમટા, ભરતભાઇ ચાવડા, પો.કોન્સ. મયુરભાઇ અગ્રાવત, મૂળુભાઇ ખટાણા, અરવિંદભાઈ વાવેચા, નરેશભાઈ ચુડાસમા એ ટીમ વર્ક દ્રારા સુંદર કામગીરી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.