Abtak Media Google News

૨૩૦૪ બોટલ દારૂ, ચોખાનો જથ્થો અને ટ્રેલર મળી રૂ. ૩૪.૫૧ લાખનો મુદામાલ કબ્જે

ભચાઉ પોલીસે આજે વહેલી પરોઢે ટ્રેલરમાં બાસમતી ચોખાની આડમાં હરિયાણાથી ગાંધીધામ લઈ જવાતો ૮.૪૯ લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી છે.

ભચાઉના ઈન્ચાર્જ પીઆઈ આર.એમ. ઝાલા સ્ટાફ સાથે પેટ્રોલીંગ  દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સરવૈયાને એચઆર ૬૩ બી ૩૦૨૫ નંબરના ટ્રેલરમાં બાસમતી ચોખાની બોરીઓ નીચે છૂપાવીને અંગ્રેજી શરાબ ભરેલું એક ટ્રેલર સામખિયાળીથી ગાંધીધામ તરફ જઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. પોલીસે પરોઢે આરટીઓ ચેકપોસ્ટ પાસે વોચ રાખી આ ટ્રેલરને અટકાવી તલાશી લેતાં તેમાંથી ૮.૪૯ લાખની કિંમતના અંગ્રેજી શરાબની ૨૩૦૪ બોટલ મળી આવી હતી. ટ્રેલરમાંથી પોલીસે ૧૦ લાખ ૯૬ હજાર ૮૭૫ રૂપિયાની કિંમતના બાસમતી ચોખાની ૬૭૫ બોરી પણ જપ્ત કરી છે. પોલીસે ટ્રેલરમાં સવાર હરિયાણાના ડ્રાઈવર નીતિન રોહિતાસ જાટ અને ક્લિનર મોહીત ઊર્ફે સુમિત ઊર્ફે ગુન્ના રામચંદ્ર જાટની ધરપકડ કરી છે. આરોપીઓએ પ્રાથમિક પૂછતાછમાં જણાવ્યું કે, રોહતકના દિપક રાજકુમાર જાટ નામના શખ્સની સૂચનાથી તેમણે સોનીપતના ગોડાઉનમાંથી આ શરાબ ટ્રેલરમાં ભર્યો હતો અને શરાબનો જથ્થો ગાંધીધામમાં અનિલ શર્મા (પંડિત) નામના શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે ડ્રાઈવર-ક્લિનર ઉપરાંત માલ આપનાર અને લેવા આવનારાં બંને શખ્સો સામે પણ ફરિયાદ નોંધી છે. દરોડામાં પોલીસે શરાબ અને બાસમતી ચોખા ઉપરાંત ૫૫૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન તેમજ ૧૫ લાખની કિંમતના ટ્રેલર મળી કુલ ૩૪.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ આર.એમ.ઝાલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.