- બેફામ કારે ડિવાઈડર કૂદી પાંચ વાહનો અને છ લોકોને ઉડાવ્યા : મહિલા સહિત ચાર ઈજાગ્રસ્ત
સુરતના આઉટર રીંગ રોડના વાલક બ્રિજ ઉપર મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી બે સગા ભાઈનું મોત થયું છે, જ્યારે એક મહિલા સહિત ચાર લોકોને ગંભીર હાલતમાં સારવાર હેથળ છે.
મળતી મુજબ, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં.જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બેની હાલત ગંભીર હોય તેમના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટ આવેલા વાહનોનો પણ કડુચલો વળી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્યો ફરાર થઈ ગયા હતા.
આવટર રિંગ રોડ પર બેફામ કાર ચાલકે રફ્તારનો આંતક મચાવી અનેક વાહનોને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે કાર હંકારી અનેક વાહનોને અડફેટે લેતાં અફરાતફરીનો મહાલો સર્જાયો હતો. જ્યારે આ ગંભીર અકસ્માતમાં બે સગા ભાઈઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. બીજી બાજુ, ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના આવટર રિંગ રોડ પર સર્જાયેલા ભયાનક અકસ્માત અંગે જે પ્રાથમિક માહિતી જાણવા મળી રહી છે તે અનુસાર, કારચાલક પૂરપાટ ઝડપે આવી કાર હંકારી રહ્યો હતો. કારની સ્પીડ લગભગ 130 હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આટલી સ્પીડમાં કારચાલકે છ લોકોને અડફેટે લીધા હતા.
આવટર રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા પાંચથી સાત લોકોને બેફામ કારચાલકે ઉલાળ્યા હતા. જેના કારણે રિંગ રોડ પર કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કારચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ છે, ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. જ્યારે અકસ્માત સર્જનાર કારચાલક વિશે તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો, અકસ્માત સર્જનાર કોણ હતો, શું કારચાલક નશાની હાલતમાં હતો કે નહીં, તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.