Abtak Media Google News

રાજ્યમાં રખડતા ઢોરો રાહદારીઓ માટે જોખમી પુરવાર થઇ રહ્યા છે.એટલુ જ નહી, રખડતા ઢોરની ગંભીર ઇજાઓથી કેટલાંય નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ઉના તાલુકામાં ટાવર ચોક ખાતે આખલા બન્યા બેફામ હતા. બે આખલા યુદ્ધ જામતા રસ્તા પર અફરાતફરી જોવા મળી હતી. લોકોના જીવ જોખમમાં હોઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા.

https://www.instagram.com/reel/CrNGBTLIDhJ/?utm_source=ig_web_copy_link

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગીરસોમનાથનાં ઉના તાલુકાની છે જ્યાં ફરી એક વાર રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. શહેરના ટાવર ચોક ખાતે બે આખલાઓ યુધ્ધે ચડતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા આખલાનાં યુદ્ધથી રાહતદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

હજુય ગુજરાતમાં રખડતા ઢોર લોકોને અડફેટે લઇ રહ્યા છે. આવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ઉનામાં આખલા બેફામ બન્યા છે ત્યારે ઉનાનાં મેઈન ચોક ગણવામાં આવતા ટાવર ચોકે રોજના હજારો રાહતદારીઓ પસાર થતા હોય છે ત્યારે લોકો આવા બેફામ આખલાનાં ત્રાસથી તેઓ પરેશાન જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.