Abtak Media Google News

જામનગરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી બે દિવસ પહેલાં ઇન્ટરનેટના ડિવાઇસની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જામનગરના એક તસ્કરની અટકાયત કરી છે. ઉપરાંત ચોરીનો માલ સામાન રાખનાર પ્રોલના એક વેપારીની પણ અટકાયત કરી છે.

જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ નામના બિલ્ડીંગના છત પર લગાવવામાં આવેલા ઇન્ટરનેટના ડિવાઇસની 30  જાન્યુઆરીના રાત્રિના સમયે ચોરી થઈ હતી. જે ચોરીના બનાવ પછી એલસીબીની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ દરમિયાન જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા ઈમરાન કાસમભાઇ સુમરા નામના શખ્સને પકડી પાડ્યો હતો.અને તેના ઘરમાંથી કેટલાક ઈન્ટરનેટને લગતા ચોરાઉ ડિવાઇસ કબજે કર્યા હતા.

જેની વધુ પૂછપુરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેણે ચોરી કરેલા ક્ધવર્ટરતથા સ્વીચ  રાઉટર વગેરે મળી અન્ય કેટલીક સામગ્રી ધ્રોલમાં ટેક ટુ મી ઇન્ટરનેટ નામની દુકાન ધરાવતા વેપારી ચિરાગ નરેશભાઈ પુજારાને વેચી નાખ્યા છે.

જેથી એલસીબીની ટુકડીએ ધ્રોલ પહોંચી જઈ વેપારી ચિરાગ પૂજારાને પકડી લીધો હતો  અને તેની દુકાનમાંથી પણ કેટલાક ચોરાઉ ઇન્ટરનેટના ડિવાઇસ વગેરે કબજે કરી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.