Abtak Media Google News

આરડીએકસ લેન્ડિંગ માટે કુખ્યાત પોરબંદરના દરિયામાં શંકાસ્પદ હિલચાલની આશંકા

 

અબતક, પોરબંદર

પોરબંદરની ફીશીગ બોટ અરબી સમુદ્રમાં માછીમારી કરી રહી હતી, તે દરમ્યાન તારીખ પાંચ ડિસેમ્બરના રોજ એ બોટ ઉપર બે કબૂતરો આવીને બેસી ગયા હતા, જેના પગમાં લોખંડની રીગ બાંધેલી હોવાનું અને શરીર પર લોગો સહીતના નિશાન જણાતાં બોટના ખલાસીઓ ને શંકાસ્પદ જણાતા બોટ માલિકને જાણ કરી હતી. બોટ માલિકે તુરંત કબૂતરને લઈને પોરબંદર આવવાનું જણાવતા બોટ શુક્રવારે સવારે પોરબંદર આવી પહોચી હતી, બંને કબૂતરોનો કબજો એસઓજી ને સોંપતા એસઓજી પી આઈ કે આઇ જાડેજા તથા પીએસઆઇ એચસી ગોહિલે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં બંને કબુતરના પગમાંથી રિગ મળી આવી હતી તથા તેની પાંખો ઉપર વિદેશી ભાષામાં કશુક લખાણ લખેલું હતું. આથી પોલીસે આ અંગે એફ એસ એલની ટીમને જાણ કરતા એફ એસ એલની ટીમ અને વેટરનરી ડોક્ટર દ્વારા આજે તપાસ કરવામાં આવી હતી જેમાં તેના પગમાં રહેલી રિંગ કાઢવામાં આવતા તેમાંથી કોઈ માઈક્રો ચિપ્સ કે ઇલેક્ટ્રોનિક ડીવાઈસ મળી આવ્યા ન હતા, પણ બર્ડ રેસીગ માટેના નંબરો તેમાં લખ્યા હતા. એસ ઓ જી પીએસઆઇ એચ સી ગોહિલે જણાવ્યું હતું કે આ બંને કબુતર ગલ્ફના દેશોના હોવાનું જાણવા મળ્યું છે અને ગલ્ફના ક્ધટ્રીમાં આ પ્રકારે કબુતર જેવા પક્ષીઓના પગમાં ચિપ્સ લગાડીને પક્ષીઓની રેસ યોજવામાં આવે છે. તેથી આ બંને કબુતર પણ આ પ્રકારની હરીફાઈમાં જોડાયા હોય અને ખરાબ વાતાવરણને કારણે અહી સુધી પહોચી ગયાની શક્યતા જણાય રહી છે. આરબના દેશોમાં રેસિગ કબૂતરોની ઓળખ માટે તેમના માલિકો આવી ચિપ્સ લગાડીને પાંખ ઉપર ઓળખ માટેના નામ લખે છે. કબુતરના પગમાં રહેલી ફાઈબરની રીગનું કટીગ કરતા તેમાં માત્ર્ા નંબર લખેલા હતા તેથી રેસીગ માટેના પક્ષીઓને આવી રીગ પહેરાવવામાં આવે છે તેવું બહાર આવતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને બંને કબૂતરોને પક્ષી અભિયારણ્ય ખાતે સોપી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.