Abtak Media Google News

એકસકલુઝીવ ડીઝાઈન સાથેની આઉટફીટ, જવેલરી અને ફેશન આઈટમ્સનું અદ્યતન કલેકશન

શહેરીજનો માટે ઈમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે આજે અને આવતીકાલે બે દિવસ માટે ફેશન મંત્રા એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રંગીલા રાજકોટની ફેશનપ્રિય જનતા માટે નવરાત્રી, વેડીંગ તેમજ દિવાળીના તહેવારને લઈને પ્રદર્શન રાખવામાં આવ્યું છે.2 84 જેમાં રાજકોટના લોકોનો ખુબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે. આ એકઝીબીશનમાં રાજકોટ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મુંબઈ, કોલકતાથી પણ ઘણા બધા સ્ટોલ છે. જેમાં અલગ-અલગ શહેરની ફેશન વેરાયટી અને ડીઝાઈન જોવા મળશે.

વેડિંગ ગાઉનથી લઈને હેન્ડમેડ ફેશન કલેકશન સુધીની વેરાયટીનું ડેસ્ટીનેશન: પ્રિયંકા ભીમાણી3 62અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રિવિકા સ્ટોલના પ્રિયંકા ભિમાણીએ જણાવ્યું કે અત્યારે મારી પાસે વેડિંગને લઈને ગાઉન્સ, કેવી ગાઉન્સ તથા એજેડ લોકો માટે પણ કલેકશન છે. બધુ કલેકશન હેન્ડમેઈડ છે. લોકોની પસંદ દિવસને દિવસે બદલતી રહેતી હોય તો તે પ્રમાણેનું જ કલેકશન છે.

મારા કલેકશનમાં બધાનું મીકસ જ છે. જનરેશનને જે વસ્તુ ગમે તે પણ રાખેલ છે. ઓલ્ડ જનરેશનને ગમે તેવું પણ રાખેલું છે. હું ૧ વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલ છું. આજથી એકઝીબીશનની શરૂઆત થઈ તેથી હું આશા રાખુ છું કે સારો રિસ્પોન્સ મળશે. રાજકોટની જનતાને ફેશનમંત્રા એકઝીબીશનમાં પધારવા આમંત્રણ આપ્યું છે.

રાજકોટની જનતા માટે રેબીકા ક્રિએશન લાવ્યું છે સ્પેનની એકસકલુઝીવ જવેલરી: તનવી શાહ4 48રેબીકા ક્રિએશન્સના તનવી શાહે જણાવ્યું હતું કે, તેઓ મુંબઈથી કલેકશન લઈને આવ્યા છે અને રાજકોટની ફેશન પ્રિય જનતા માટે દુપટટા તથા જવેલરી લઈને આવ્યા છે. જે રાજકોટના લોકો માટે કંઈક નવું અને ફેશનેબલ મળે તેવું લઈ આવ્યા છે.

સ્પેનથી બનાવેલી જવેલરી તે તેમની એકસકલુઝીવ કલેકશન છે. જે રાજકોટની જનતાને ખુબ જ પસંદ આવ્યું છે. તેઓ પહેલી વખત રાજકોટમાં આવ્યા છે અને તેઓને સારો રીસ્પોન્સ મળી રહ્યો છે અને રાજકોટના લોકોને કંઈક યુનિક વસ્તુ આપવા માંગે છે અને એ પણ રીઝનેબલ રેઈટમાં.

રાજકોટની લેડિઝ માટે નવરાત્રી સ્પેશિયલ શો બનશે ફેશનમંત્રા: બીના રાઠોડ5 28અબતક સાથેની વાતચીત દરમિયાન ફેશન મંત્રાના બિનાબેન રાઠોડે જણાવ્યું કે, રાજકોટની લેડિઝને અવાર-નવાર કાંઈક નવું આપવું. અત્યારે નવરાત્રી છે તેથી નવરાત્રી સ્પેશિયલ શો છે. બરોડાના ચણીયાચોલીના ૪ સ્ટોલ છે. એક સુરતથી છે. અહીંયા નવરાત્રી માટેના પરફેકટ આઉટફિટસ છે. નવરાત્રીના ચણિયાચોલી, જવેલરી, ચપ્પલ, મોજડી વગેરે તથા વેડિંગ સિઝન નજીક આવી રહી છે.

તો વડિયા રીલેટેડ મારી પાસે ઘણા બધા ચણીયાચોલી, સાડી, હેવી ડ્રેસીસ, ગાઉન્સ વગેરે છે. રાજકોટની લેડિઝ એકઝીબીશનમાં આવો અને શોપિંગ કરો, એન્જોય કરો. આ એકઝીબીશનમાં ૯૧ ડિઝાઈનરો આવેલ છે. રિયલ સિલ્વરનું સુપર એન્ટીક કલેકશન છે.

તમે કદાચ કયારેય આવી ડિઝાઈન નહીં જોઈ હોય માર્કેટમાં. બીગબોસમાં મારે ત્યાં કારખાના કરીને સ્ટોલ છે હેતલ શાહનો. જેમણે હમણા જ તેની જવેલરી બીગબોસમાં લોંચ કરી છે તો તેમનો પણ સ્ટોલ છે. તેમની હીમમેડ એન્ટીક અને યુનિક જવેલરી છે. આગામી ૨૨ અને ૨૩ના રોજ નુતનનગર હોલમાં દિવાળી સ્પેશિયલ એકઝીબીશન હશે.

વેડીંગ કલેકશનમાં બનારસી, રાજસ્થાની અને કોલકાતા કલેકશનનો ફલેવર: નિશા દોશી6 24નિશા રાજસ્થાની એસન્સ બુટીકના નિશા દોશીએ જણાવ્યું હતું કે, તેઓ પાસે મુખ્ય વેડીંગ કલેકશન છે. જેમાં બનારસી, રાજસ્થાની, કોલકતા વગેરે જેવા અનેક કલેકશન લઈને આવ્યા છે. તેઓ ડ્રેસ મટીરીયલ્સ પણ લાવ્યા છે. જે લોકોને ખુબ જ ગમી રહ્યું છે અને રાજકોટના લોકોના ટેસ્ટ પ્રમાણે તેઓ કપડા ડીઝાઈન કરે છે. જે તેઓના યુનિક હોય છે અને દુર પંદર દિવસે તેઓ કંઈક નવું ડિઝાઈનર પીસ બહાર પાડે છે અને લોકોને નવું આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.