Abtak Media Google News

વિધાનસભાનાનવા અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્ય સર્વાનુમતે નિમાશે: ઉપાધ્યક્ષ માટે ચૂંટણી થશે

 

અબતક,રાજકોટ

ગુજરાત વિધાનસભાનું આગામી સોમવાર અને મંગળવારે બે દિવસનું ટુંકુ ચોમાસુ સત્ર મળશે જેમાં અલગ અલગ ઠરાવો પસાર કરવામાં આવશે. નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનું પ્રથમ વિધાનસભા સત્ર હોય તેઓની કસોટી ફાઈનલ માનવામાં આવી રહી છે. ચોમાસુ સત્રમાં વિપક્ષોના હુમલાને ખાળવા આજે સાંજ ધારાસભ્ય દળની એક બેઠક મળશે. મોડામાં મોડુ આવતીકાલ સુધીમાં ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોચી જવા સુચના આપી દેવામાં આવી છે.

ગુજરતામાં સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું છે. નવનિયુક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનું પ્રથમ વિધાનસભા સત્ર છે. ચોમાસુ સત્ર માત્ર 27 અને 28 સપ્ટેમ્બર એમ બે જ દિવસ માટે મળશે તેવી જાહેરાત અગાઉની સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ 8 જેટલા વિધેયક ઠરાવ પસાર કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે વિધાનસભાનું આ પ્રથમ સત્રહોય તેઓની કસોટી થશે વિરોધ પક્ષના આક્રમણને ખાળવા માટે ભાજપ દ્વારા રણનીતિ ઘડવામાં આવશે. ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.

દરમિયાન સોમવારે સૌ પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે કાર્યકારી અધ્યક્ષ તરીકે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણુંક કરવામા આવી છે. બીજી તરફ અધ્યક્ષની ચૂંટણી માટે એક માત્ર ડો. નિમાબેન આચાર્યનું ફોર્મ ભરવામાં આવ્યું હોય તેઓ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે જયારે પરંપરા મુજબ ઉપાધ્યક્ષ પદ વિરોધ પક્ષને આપવામાં આવતું હોય છે. પરંતુ ભાજપે ઉપાધ્યક્ષ પદ માટે શહેરનાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને ફોર્મ ભરાવ્યું છે. સામે પક્ષે કોંગ્રેસમાંથી અનિલભાઈ જોશીયારાએ ફોર્મ ભર્યું છે. ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે. જેમાં જેઠાભઈ ભરવાડની જીત નિશ્ર્ચિત માનવામાં આવે છે. કારણ કે ભાજપ પાસે 112 સભ્યોનું સંખ્યાબળ છે. જયારે કોંગ્રેસ પાસે, માત્ર 65 સભ્યો છે.

ગૃહમાં ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ જેઠાભાઈ ભરવાડને વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની બાજૂમાં સ્થાન મળશે. વિરોધ પક્ષ કોંગ્રેસે વિધાનસભાનું ચોમાસુ સત્ર લંબાવવાની માંગણી કરી છે બીજી તરફ શાસક પક્ષ ભાજપ સત્રની મૂદતમાં વધારો કરવાના પક્ષમાં નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.