Abtak Media Google News

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે

રાજ્યના કેવડીયા ખાતે આજથી બે દિવસ યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌપ્રથમ નેશનલ કોન્ફરન્સ યોજાશે. જેમાં કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આ બે દિવસીય કોન્ફરન્સમાં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા અલગ-અલગ વિષયો પર વક્તવ્યો અને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ કોન્ફરન્સ એક માઇલસ્ટોન સાબિત થશે.

રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નવી સ્પોર્ટ્સ પોલિસી, જિલ્લા લેવલ સ્પોર્ટ્સ, હાઇ પરર્ફોમન્સ સેન્ટર્સ અને ખાસ કરીને ખેલ મહાકુંભ દ્વારા ગુજરાત રમત ગમત ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યું છે. ખેલ મહાકુંભના માધ્યમથી આગળ આવી ભાવિના પટેલ, અર્મિત દેસાઇ, સરીતા ગાયકવાદ વગેરે આજે ગુજરાત જ નહીં પરંતુ દેશનું નામ આંતરરાષ્ટ્રીયસ્તર પર રોશન કરી રહ્યા છે.

ખેલાડીઓને યોગ્ય ટ્રેનીંગ મળી રહે, યોગ્ય ભોજન અને તાલિમ માટે શ્રેષ્ઠ સાધનો પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. વિવિધ યોજનાઓ દ્વારા અને પોલિસી દ્વારા રમત ગમતને આધુનિક અને વિશ્ર્વ કક્ષાએ પહોંચાડવાના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે આ કોન્ફરન્સ વિચારોના આદાન-પ્રદાન દ્વારા યુવાનો માટે અને ખાસ કરીને રમત ગમત ક્ષેત્ર માટે કંઇક નવું અને વિશેષ કાર્ય થશે. તે નિશ્ર્ચિત છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીજી રમતવીરો સાથે વાતચીત પણ કરે છે અને વધુ સારી સુવિધા ખેલાડીઓને કેવી રીતે અપાઇ તેની પણ ચિંતા કરે છે. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ન માત્ર ગુજરાતમાં પણ ભારતમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.