Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકોઓમાં મેઘમહેર: સૌથી વધુ ભાવનગરમાં 3 ઈંચ વરસાદ: સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હળવા ઝાપટા પડ્યા

દેશભરમાં હાલ ચોમાસું સક્રિય છે. તેમાં પણ બંગાળની ખાડીના સમુદ્રતટ પર સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે. જોકે હવે તેની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરપ્રદેશ પર લોપ્રેશર સક્રિય થયું છે.. જ્યારે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના ઘોઘામાં અને ભાવનગરમાં 3 ઈંચ, ધોરાજીમાં 3 ઈંચ, કાલાવડમાં 2 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં દોઢ ઈંચ, અને જેતપુરમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આજ સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાટા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ બંને સિસ્ટમની અસર હેઠળ  પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બે દિવસ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.. વરસાદની સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

આજે વહેલી સવારથી 9 વાગ્યા સુધીમાં સાબરકાંઠાના ઇડરમાં 30 મીમી, મહિસાગરમાં 10 મીમી, અરવલ્લીના મોડાસામાં 3 મીમી અને સૌરાષ્ટ્રમાં પણ હળવા ઝાપટા જોવા મળ્યા હતા. આગામી બે દિવસ વરસાદની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી અને પંચમહાલ અને મહીસાગરમાં પણ મેધમહેરની શક્યતા છે તેમજ 40 થો 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.