Abtak Media Google News

જામનગર રોડ પર અને ટંકારામાં ખાડામાં પડી જતા તરુણોના મોત

રાજકોટ અને ટંકારામાં ડૂબી જતા 3 લોકોના મોતના બનાવો પ્રકાશિત થયા છે.જેમાં રાજકોટના લોધિકા નજીક વાગુદડ નદીમા ગઈ કાલે મેટોડામાં રહેતા 4 મિત્રો ન્હાવા માટે પડ્યા હતા. ત્યારે ઊંડુ પાણી હોવાને કારણે ચારેય ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. જેમાં બેનો બચાવ થયો હતો. જ્યારે બે મિત્રો ડૂબી જતા મોત થતા હતા.બીજા બનાવમાં જામનગર રોડ પર સંજયનગરમાં વરસાદના કારણે ભરાયેલા પાણીના ખાડામાં નાહવા પડેલ તરુણનું ડૂબી જતા મોત નીપજ્યું છે અને ત્રીજા બનાવમાં ટંકારાના વાછકપર ગામે પાણીના ખાડામાં ડૂબી જતા તરુણનું મોત નીપજ્યુ છે.

આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં મૂળ મધ્યપ્રદેશના અને મેટોડામાં રહી કામ કરતા 4 મિત્રો ગઈકાલે લોધીકાના  વાગુદડ નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં ઊંડા પાણીમાં જતા કૃણાલ રામકિશન ત્રિવેદી (ઉં.વ.17) અને મૂળ બિહારના અમન ધર્મેન્દ્ર  ગુપ્તા (ઉં.વ.12)નું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું. અને અનુશ ભાવતસિંહ રાજપૂત(ઉ.વ14) ,સુરજ કૌશલભાઇ પ્રસાદ (ઉ.વ.15)નો ફાયર વિભાગની મદદથી બચાવ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે,ચારેય મિત્રો મેટોડામાં સાથે સહેતા હતા અને મજૂરી કામ કરતા હતા.ગઈકાલે ચારેય નાહવા માટે નદીમાં કુદયા હતા બાદ ઊંડા પાણીમાં જતા તેઓ ડૂબવા લાગ્યા હતા જેમાં બે મિત્રોનું મોત નીપજ્યું હતું.બંનેના મૃતદેહ બહાર કાઢી તેને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બીજા બનાવમાં જામનગર રોડ પર સંજયનાગરમાં વરસાદના કારણે ભરાયેલા પાણીના ખાડામાં ગઈકાલે બજરંગ વાડીમાં રહેતો શાહિદ દિલાવરભાઈ ઓઠા નામનો 14 વર્ષીય તરુણ નાહવા માટે પડ્યો જતો તે વેળાએ પાણીમાં ડૂબી જતા બેભાન થયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.બનવની જાણ ગાંધીગ્રામ પોલીસમાં થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,ગઈકાલે શાહિદ તેના મિત્રો સાથે નાહવા માટે ખાડામાં પડ્યો હતો ત્યારે ખાડામાં ચીકણી જમીન હોવાથી ડૂબવા લાગ્યો હતો અને તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે તે જ ખાડામાં એક તરુણનું ડૂબી જતા મોત નીપજ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.તરુણ પુત્રનું અકસ્માતીક મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

ત્રીજા બનાવમાં ટંકારાના વાછકપર ગામે પાણીના ખાડામાં ગંગદાસ કાળુભાઇ પરમાર ઉ.વ 15એ ખાડામાં ડૂબી જતા બેભાન થયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા બાદ અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.આમ ગઈકાલે ત્રણ સ્થળોએ ડૂબી જવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.