ફાયર એનઓસીના અભાવે જામજોધપુરની બે સરકારી શાળા સીલ

અબતક.ભરત ગોહિલ, જામજોધપુર

જામજોધપુર શહેરમાં આવલે સરકારી પ્રાથમિક શાળા તાલુકા શાળા 1 બ્રાંચ શાખા અને તાલુકા શાળાને 3 જે ફાયર સેફટીની એન.ઓ.સી. ન હોય જે નગર પંચાયત દ્વારા સીલ કરેલ છે.ત્યારે હવે સરકાર દ્વારા કોરોના બાદ ચાલુ કરવા આદેશ આપેલ છે. જયારે છેલ્લા દોઢ માસથી ફાયરની એન.ઓ.સીના અભાવે આ શાળા બંધ છે.જેમની સરકાર દ્વારા ફાયર એનઓસી મેળવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી જેમના કારણે સરકારી આદેશ અનુસાર શાળા તો ચાલુ કરી દેવાઈ પણ આબિલ્ડીંગમાં શીલ કરેલ હોય જેથી તાળા મારેલ છે

જેથી કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા મળતી નથી કોરોનામાં શિક્ષણથી વંચીત રહ્યા બાદ હવે આ મુશ્કેલીનો સામનો કરી રહેલ બાળકોનાં ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે. સરકારે ફાયર માટે નીતિ નિયમ બનાવ્યા પણ સરકારી શાળાઓમાં આ માટેની ગ્રાન્ટ ફાળવવામાં સરકાર તદન નિષ્ફળ જઈ રહી છે. તો આ સરકારી શાળાઓમાં તાત્કાલીન ધોરણે ગ્રાન્ટ ફાળવાય અને બાળકો શાળામાં સારી રીતે ભણી શકે આ અંગે વાલીગણમાં પણ વ્યાપક રોષ વ્યાપી ગયો છે.