- ફિનલેન્ડમાં યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં 2 હેલિકોપ્ટર ધડાકાભેર અથડાયા
- 5 લોકોનાં મો*ત
ફિનલેન્ડમાં શનિવારે બે હેલિકોપ્ટર હવામાં અથડાયા હતા, જેના કારણે બંને વિમાનો જમીન પર તૂટી પડ્યા હતા. તેમજ પોલીસના જણાવ્યા મુજબ, આ અ*કસ્મા*તમાં 5 લોકોના મો*ત થયા છે. અ*કસ્મા*ત સમયે બંને હેલિકોપ્ટરમાં ફક્ત પાંચ લોકો સવાર હતા. ફિનલેન્ડમાં ગઈકાલે મોટી દુર્ઘટના બનતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે શનિવારે દક્ષિણપૂર્વ ફિનલેન્ડમાં આવેલા યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં બે હેલિકોપ્ટર ધડાકાભેર અથડાતાં પાંચ લોકોના મો*ત થયા હતાં.
ક્યાં બની ઘટના
અનુસાર માહિતી મુજબ, ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં યુરાહ એરપોર્ટ નજીક આ ઘટના બની હતી. આ ઉપરાંત બંને હેલિકોપ્ટર ફિનલેન્ડની બહારના હતા. એક હેલિકોપ્ટર એસ્ટોનિયામાં અને બીજું ઑસ્ટ્રિયાનું હતું અને બંને એસ્ટોનિયન કંપનીના હતા. તેમજ બંને હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા બાદ ત્યારબાદ જમીન પર પડી ગયા અને ક્રેશ થઈ ગયા.
અ*કસ્મા*તના કારણની જાણકારી સામે આવી નથી.
પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે કૌટુઆ શહેર નજીક હવામાં જ બે હેલિકોપ્ટર અથડાયા હતાં. આ બંને હેલિકોપ્ટરનું કચ્ચરઘાણ થયુ હતું. જેનો કાટમાળ ઓહિકુલ્કુટી રોડથી લગભગ 700 મીટર દૂર પડ્યો હતો.
હેલિકોપ્ટરમાં સવાર તમામના મો*ત
ફ્લાઈટ પ્લાન અનુસાર, એક હેલિકોપ્ટરમાં 2 લોકો અને બીજા હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતાં. આ દરમિયાન બંને હેલિકોપ્ટર ફિનલેન્ડની બહારના હતાં. તેમજ એક હેલિકોપ્ટર એસ્ટોનિયા અને બીજુ હેલિકોપ્ટર ઓસ્ટ્રિયાનું હતું. જેમાં સવાર 5 લોકોના મો*ત નિપજ્યાં છે.
કારણ જાણવા તપાસ ચાલુ
બંને હેલિકોપ્ટર એસ્ટોનિયન કંપની NOBE અને Eleonના હતાં. નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એક હેલિકોપ્ટર હોબી એવિએશન ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યું હતું. આ ઘટનાની ફિનિશ અને એસ્ટોનિયન ઓથોરિટી સંયુક્તપણે તપાસ કરી રહી છે.