Abtak Media Google News

ભાવનગરના ક્ષત્રીય પરીવારને નડ્યો અકસ્માત

રાજકોટ-ભાવનગર ધોરી માર્ગ પર આવેલા ઢસા નજીક વહેલી સવારે કાર અને ટેઇલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આઠ લોકો ઘવાતા ૧૦૮ ની મદદથી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઢસા નજીક અકસ્માત સર્જાતા રંઘોળા પાસે પુલ પરથી જાનનો ટ્રક નીચે પટકાયેલી ઘટનાની યાદ તાજી થઇ છે. રાજકોટ-ભાવનગર રોડ પર વારંવાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવતા તંત્ર દ્વારા ફોર-લાઇન કામ પૂર્ણ કરવા માંગ ઉઠવા પામી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઢસા નજીક આવેલા જલાલપર માંડવા ધારપાસે આજે સવારે પુરપાટ ઝડપે આવતા ટેઇલરે ઇકો કારને હડફેટે લેતા કારમાં મુસાફરી કરી રહેલા આઠ મુસાફરો ઘવાતા તાત્કાલીક ૧૦૮ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ ઢસા પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફીક જામનો કલીયર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઘવાયેલા ભાવનગરના હરીઓમ નગરમાં રહેતા ઉમાબા લાલુભાઇ જાડેજા (ઉ.વ.૫૦) મહેબતસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.૫૫), લાલુભા ભીખુભા જાડેજા, જશુભા ભીખુભા અને વિષ્ણુભાઇ પ્રેમજીભાઇ ઝાપડીયા સહીતના આઠ લોકો ઘવાયા હતા. જેમાં બે મુસાફરોની તબીયત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની વધુ તપાસ ઢસા પોલીસ મથકના સ્ટાફ ચલાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.