Abtak Media Google News
  • ગિર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ વખત
  • મુંબઇથી લાવી ડિલીવરી કરે તે પૂર્વે 57,350 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી રૂ. 6.14 લાખનો મુદામાલ કબ્જે કર્યુ

વેરાવળ- જુનાગઢ ધોરી માર્ગ પર આવેલી મહાકાળી હોટલ પાસેથી એસ.ઓ.જી.એ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂ. 6.14 લાખનો મુદામાલ કબ્જે કરી મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લો દરિયાઇ કાંઠે આવેલો હોવાથી નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા એસ.પી. મનોહરસિંહ જાડેજાએ આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પી.આઇ. એ.બી. જાડેજા અને એલ.સી.બી.ના પી.આઇ. એ.એસ. ચાવડા સહીતના સ્ટાફે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળની અજમેરી સોસાયટીમાં રહેતો સબીર ઇકબાલ જમાદાર અને વેરાવળની સજરી પાર્કમાં રહેતો ઉબેદ ઇરફાન સોરઠીયા નામના શખ્સો  ડ્રગ્સના જથ્થા સાથે શંકાસ્પદ હાલતમાં હોવાની એ.એસ.આઇ. નરવણસિંહ ગોહિલ અને ગોવિંદભાઇ વંશને મળેલી બાતમીના આધારે સ્ટાફે વેરાવળ- જુનાગઢ હાઇવે પર વોચ ગોઠવી હતી. ત્યારે શંકાસ્પદ હાલતમાં મહાકાળી હોટલ પાસેથી બન્ને શખ્સોની અટકાયત કરી રૂ. 5,73,500 ની કિંમતનું મેફેડ્રોન 57.350 ગ્રામ મળી આવતા બન્ને શખ્સોની ધરપકડ કરી રૂ. 6.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા બન્ને શખ્સોની પ્રાથમીક પુછપરછમાં મેફેડ્રોન મુંબઇથી લાવીને છુટક વેચતા હોવાની કબુલાત આપી છે ગિર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાતા સ્થાનીક પોલીસ હરકતમાં આવી છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇ. એ.બી.જાડેજા, એલ.સી.બી. પો.ઇન્સ. એ.એસ. ચાવડા, પ્ર. પાટણ પો. ઇન્સ. એસ.પી. ગોહેલ, એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. લખમણભાઇ મેતા, કેતનભાઇ જાદવ, ઇબ્રાહીમશા બાનવા, નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, વિજયભાઇ બોરખતરીયા, નારણભાઇ ચાવડા, એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા, એસ.ઓ.જી. શાખાના પો. હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા, કમલેશભાઇ પીઠીયા, પો. કોન્સ. મેહુલસિંહ પરમાર, બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.