અમરેલીમાં બે વિદ્યાર્થીનીનું અપહરણ કરી બે શખ્સોએ કર્યા અડપલા

બંને શખ્સોએ સગીરાઓને સોશિયલ મીડિયા મારફત ફસાવી કૃત્ય આચર્યુ

અમરેલીમાં લેઉવા પટેલ શૈક્ષણીક સંકુલમાં અભ્યાસ કરતી બે 16 વર્ષની વિદ્યાર્થીનીઓની બે શખ્સોએ  અપહરણ કરી ગામની બહાર બાઈક પર લઈ જઈ શારીરીક  અડપલા  કર્યાની જાણ પોલીસનેથતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે અમરેલીના મોટા શૈક્ષણિક સંકુલમાં રહી અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓને મધરાત્રે અમરેલીના નયન નવનીત ચૌહાણ અને ફરીદ જમાલ પરમાર નામના શખ્સોએ ફોન કરી પોતાની સાથે બહાર આવવા અને ન આવે તો હાથ ઉપર કાપા મુકવા સહિતની ધમકી આપી ડરાવતા સંકુલમાંથી બન્ને  વિદ્યાર્થીનીઓ બન્નેની સાથે ગઇ હતી તેને બાઇકમાં બેસાડી બાયપાસેથી ઠેબી ડેમના કાચા રસ્તે લઇ જઇ અવાવરૂ જગ્યાએ બાહય રીતે આ સગીરાઓનો ઉપયોગ કરવા બન્ને હવસખોરોએ બન્ને સાથે અડપલા કરી કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ રાત્રીના બે વાગ્યે બન્ને વિદ્યાર્થીનીઓ ગુમ થઇ હોવાનું સંસ્થાને જાણવા મળતા તેમના દ્વારા વિદ્યાર્થીનીઓના વાલીઓને જાણ કરવામાં આવતા વાલીઓ પોતાના વતનથી અમરેલી દોડી આવ્યા હતા અને અમરેલીના ઠેબી ડેમ પાસે જ આ બન્ને વિદ્યાર્થીનીઓ તેમને મળી  આવતા બન્નેએ પોતાની આપવિતી વર્ણવતા અમરેલી તાલુકા પોલીસમાં આ બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું હતું…  લેઉવા પટેલ શેક્ષણીક સંકુલ માંથી બે બે  વિદ્યાર્થિની ઓ નુ અપહરણ થતાં સલામતી માટે લોકો માં સાર્ચા ઓ થઈ રહી છે … ઘટના ને કાઈ ને ઊંડાણ પૂર્વક તપાસ કરવા લોકોની માંગણી થઈ રહી છે .