Abtak Media Google News

પાંચ દિવસ પહેલા આઇ.સી.યુ.માં આગની ઘટનામાં પાંચ દર્દીના મોત થયા હતા

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પાંચ દિવસ પહેલા આઇસીયુમાં ફાટી નિકળેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ વ્યક્તિઓના ક‚ણ મુત્યુની કંપાવનારી ઘટનામાં પોલીસે પાંચ પૈકી બે ડોકટરોની ધરપકડ કરી પુછપરછ બાદ અદાલત હવાલે કરતા જામીન પર છુટકારો થયો હતો. ત્યારે પોલીસે અન્ય બે તબીબોની ધરપકડ કરી રિમાન્ડ અર્થે અદાલતમાં રજૂ કરતા ન્યાયધીશે રીમાન્ડ અરજી ના મજૂર કરી તબીબ તેજશ મોતીવરસ અને જાડેજા દિગ્વિજગ્સિંહની જામીન પર છોડવા હુકમ કર્યો છે.

ગત તા.૨૭ના આનંદ બંગલા નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં રાત્રીના સાડાબારના સુમારે આઇસીયુ વોર્ડમાં આગ લાગતા સારવાર લઇ રહેલા કેશુભાઇ અકબરી, રામશીભાઇ લોહ, રસીકલાલ અગ્રાવત, સંજયભાઇ રાઠોડ તથા નીતીનભાઇ બદાણી આગની લપેટમાં આવી ભડથું થઇ જતાં ક‚ણ મોત નિપજયા હતા. બનાવની તપાસ માટે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા એસઆઇટીની રચના કરી માલવીયા નગર પોલીસને તપાસ સોંપાતા પોલીસે ઇપીકો કલમ ૩૦૪ (અ)૧૧૪ મુજબ ઉદય હોસ્પિટલના સંચાલક ડો. પ્રકાશ મોઢા, તેના પુત્ર ડો. વિશાલ મોઢા અને ડો. તેજશ કરમટાની ધરપકડ બાદ કોર્ટ દ્વારા જામીન મુકત કરાયા હતા.

દરમિયાન તાલુકા પોલીસના મથકના સ્ટાફે તબીબો ડો. તેજશ મોતિવરસ તથા ડો. દિગ્વીજયસિંહ જાડેજાની ધરપકડ કરી વધુ તપાસ માટે  રીમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરતા જેમાં બચાવ પક્ષના એડવોકેટ અનિલભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવેલી તર્કબધ દલીલો તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાકેલા ચુકાદાઓ ધ્યાને લઇ એડી. ચીફ. જીયુડી. એલ.ડી.વાઘ જે દલીલ ધ્યાને લઇ તબીબ તેજસ મોતીવરસ અને દિગ્વીજયસિંહ જાડેજાની રીમાન્ડ અરજી નામજૂર કરી અદાલતે બંન્ને તબીબને જામીન ઉ૫ર મૂકત કરવા હુકમ કર્યો છે. આ કામમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે અનિલભાઇ દેસાઇ, શૈલેષ પંડત, શૈલેષ મોરી, વિનુભાઇ વાઢેર અને રિપીન મેંદપરા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.